ETV Bharat / sports

FIFAએ પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું - Football

FIFAએ એક સ્ટેટમેન્ટ જાહેર કરતાં કરતાં જણાવ્યું હતું કે, "લાહોરમાં PFF(પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન)ના મુખ્ય કાર્યાલય ખાતે કરવામાં આવેલા વિરોધ અને FIFA દ્વારા નિમાયેલી નોર્મલાઈઝેશન સમિતિને હટાવવાને કારણે તેમને બેન કરવામાં આવ્યા છે."

FIFA
FIFA
author img

By

Published : Apr 8, 2021, 12:35 PM IST

  • ત્રીજા પક્ષની દખલગીરીને કારણે PFFને સસ્પેન્ડ કરાયુ
  • પૂર્વ અધ્યક્ષ સૈયદ અશફાક હુસેન શાહ અને તેના જૂથ દ્વારા કરાયો હતો હુમલો
  • PFFનું નિયંત્રણ એરોન મલ્લિક કરશે તો જ નિર્ણય પોછો ખેંચાશે

લ્યુઝેન(સ્વિત્ઝર્લેન્ડ): ફૂટબોલની વિશ્વ સંસ્થા ફિફાએ ત્રીજા પક્ષની દખલગીરીને કારણે PFFને સસ્પેન્ડ કર્યું છે. સરકારની દખલને કારણે તેમણે ચાડિયન ફૂટબોલ એસોસિએશન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચો:FIFAએ લીધો મોટો નિર્ણય, હવે રાષ્ટ્રીય ટીમ બદલી શકશે ફુટબૉલર

FIFAએ વિરોધ પ્રદર્શનના કરાણે લીધો નિર્ણય

PFF ઓફિસ પર ગત 27 માર્ચે પૂર્વ અધ્યક્ષ સૈયદ અશફાક હુસેન શાહ અને તેના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઓફિસના લોકોને બંધક બનાવી દેવામાં આવ્યા હતા. FIFAએ પણ કોઈ કાર્યવાહી કરતા પહેલા ચેતવણી પત્ર જાહેર કર્યો હતો. FIFAએ જણાવ્યું હતું કે, PFFનું નિયંત્રણ એરોન મલ્લિકને આપવામાં આવશે ત્યારે જ તેનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે.

આ પણ વાંચો:FIFAએ ક્લબ વર્લ્ડ કપની ટુર્નામેન્ટને સ્થગિત કરી

કાયમી ધોરણે પાછા ખેંચાઈ શકે છે FIFAના નિર્ણય

FIFAએ માહિતી આપી છે કે, "આ સસ્પેન્શન ત્યારે જ પાછું ખેંચવામાં આવશે જ્યારે અમને PFF કમિટી તરફથી પુષ્ટિ મળશે કે તેનું સંપૂર્ણ નિયંત્રણ તેમની પાસે પાછુ આવી ગયું છે."ચાડિયન સરકાર દ્વારા FIFAના અધિકાર કાયમી ધોરણે પરત ખેંચવાના નિર્ણયને કારણે FIFAએ PFFને સસ્પેન્ડ કરી દીધું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.