- 650 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ બનશે
- વિશ્વનું પ્રથમ સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં છે
- બીજુ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થિત છે
રાજસ્થાનઃ પિંક સિટી જયપુરમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ( World's third largest cricket stadium)બનાવવામાં આવશે. નવા સ્ટેડિયમમાં 75,000 લોકોની બેસવાની ક્ષમતા હશે અને તે બે તબક્કામાં બનાવવામાં આવશે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ)ના પ્રમુખ વૈભવ ગેહલોતે કહ્યું હતું કે, તે દેશનું બીજું સૌથી મોટું સ્ટેડિયમ અને વિશ્વનું ત્રીજુ સૌથી મોટું સ્ટેડિયમ હશે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 'આ સ્ટેડિયમ લગભગ 100 એકર જમીનમાં બનાવવામાં આવશે અને આશરે 650 કરોડના રોકાણ સાથે અઢીથી ત્રણ વર્ષમાં પૂર્ણ થશે.'
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ યોજવા BCCIએ આપી મંજૂરી
બીસીસીઆઈએ 100 કરોડની આપી હતી ગ્રાન્ટ
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'બીસીસીઆઈએ આ માટે 100 કરોડની ગ્રાન્ટ આપી છે. 100 કરોડ એકત્રિત કરવામાં આવશે. આરસીએ અને અન્ય લોકો દ્વારા 90 કરોડ એકત્રિત કરવામાં આવશે. પ્રથમ તબક્કા હેઠળ 400 કરોડનું રોકાણ કરવામાં આવશે. આરસીએ 100 કરોડની લોન લેશે, 90 કરોડ રૂપિયા કોર્પોરેટ બોક્સ દ્વારા જમા કરવામાં આવશે.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ક્ષમતા 90 હજાર છે
ઉલ્લેખનિય છે કે, વિશ્વનું પ્રથમ સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium) અમદાવાદમાં છે, જ્યારે બીજુ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થિત છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium)ની ક્ષમતા 1 લાખ 10 હજાર છે, જ્યારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ક્ષમતા 90 હજાર છે.
આ પણ વાંચોઃ રાજસ્થાનને મળશે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જુઓ આ હશે વિશેષ સુવિધાઓ...
જાણો આ સ્ટેડિયમની ખાસિયતો
- 75,000 લોકોને બેસવાની ક્ષમતા હશે
- નવા સ્ટેડિયમમાં બે પ્રેક્ટિસ મેદાન હશે
- એકેડેમી, ક્લબ હાઉસ હોટલ અને અન્ય તમામ અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ