ETV Bharat / sports

IND vs NZ WTC Final Live Score - ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ્સ 249 પર સમેટાઈ, મેચ ડ્રો તરફ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship Final)ની ફાઈનલ મેચનો આજે પાંચમો દિવસ છે. સાઉથૈમ્પટનમાં રમાઈ રહેલા આ મહામુકાબલામાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે (Indian team) પ્રથમ દાવમાં 217 રન બનાવ્યાં હતા. જવાબમાં પ્રથમ દાવમાં કિવિઝ ટીમની પ્રથમ ઈનિંગ્સ 249 પર સમેટાઈ ગઈ છે.

ઝીલેન્ડની Lunch Break સુધીમાં 5 વિકેટ પડી, મેચ ડ્રો તરફ

author img

By

Published : Jun 22, 2021, 6:17 PM IST

Updated : Jun 22, 2021, 9:31 PM IST

  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો આજે પાંચમો દિવસ
  • ભારતની ટીમે પ્રથમ ઈનિગ્સમાં 217 રન બનાવ્યાં
  • ટેસ્ટ મેચના બે દિવસ વરસાદના કારણે ધોવાયા હતા

હૈદરાબાદઃ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (World Test Championship Final) નો મુકાબલો સાઉથૈમ્પટનમાં યોજાયેલો છે. 5મા દિવસની શરૂઆત ન્યૂઝીલેન્ડના નામે રહી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 217 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં કિવિઝ ટીમની પ્રથમ ઈનિંગ્સ 249 રન પર સમેટાઈ છે.

આ પણ વાંચોઃ IND vs NZ WTC Final Live Score : પ્રથમ ઈનિંગ્સમાં ભારત 217 પર ઓલઆઉટ, જેમિસને ઝડપી 5 વિકેટ

વિલિયમસન અને ટેલરે ટીમની સારી શરૂઆત આપી

પાંચમા દિવસે ન્યુઝીલેન્ડની ટીમે 2 વિકેટે 101 રન બનાવીને આગળ રમવાનું શરૂ કર્યું હતું. વિલિયમસન અને ટેલરે ટીમની સારી શરૂઆત આપી હતી. ટીમે આજના દિવસે પ્રથમ કલાકની રમતમાં કોઈ વિકેટ ગુમાવી ન હતી. જોકે, થોડી વારમાં જ કિવિઝ ટીમની 117 રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડી હતી. મોહમ્મદ શમીએ રોસ ટેલરને આઉટ કર્યો હતો. ટેઈલર 11 રન બનાવીને આઉટ થયો હતો. શુબમન ગિલે ઓફ સાઇડમાં ટેઈલરનો શાનદાર કેચ પકડ્યો હતો. કિવિ ટીમની 6 મહત્વ પુર્ણ વિકેટ પડી ગઈ હતી. જ્યારબાદ 249 રન બનાવીને કિવિઝની પ્રથમ ઈનિંગ્સ પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ World Test Championship Final: કાઈલ જેમિસનના કહેર પછી કોનવેએ પણ ફટકારી અડધી સદી

વરસાદના કારણે આજના દિવસની રમત એક કલાક મોડી શરૂ થઈ

મેચ શરૂ થતાં પહેલાં શરૂ થયેલો વરસાદ (Rain)બંધ થયો હતો. ભીની આઉટફિલ્ડને કારણે મેચ એક કલાક મોડી ભારતીય સમય અનુસાર 4 વાગ્યે શરૂ થઈ હતી. જોકે, અમ્પાયરના જણાવ્યાં મુજબ જો આજે હવામાન સારૂ રહેશે તો આજે 90 ઓવર રમાડવામાં આવશે. સોમવારની તુલનામાં આજે મંગળવારે વરસાદની શક્યતા ઓછી છે. જોકે, આખો દિવસ આકાશ વાદળછાયું રહેશે. આવી સ્થિતિમાં ભારતીય બોલરો ઓવરકાસ્ટ સ્થિતિનો લાભ મેળવી શકે છે.

Last Updated : Jun 22, 2021, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.