હૈદરાબાદ: ICCએ સોમવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડે ફાસ્ટ બોલર રીસ ટોપલેના સ્થાને પોતાની 15 સભ્યોની વિશ્વ કપ ટીમમાં ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સનો સમાવેશ કર્યો છે. શનિવારે મુંબઈના વાનખેડેમાં દક્ષિણ આફ્રીકા સામે ઈંગ્લેન્ડની મેચ દરમિયાન રીસ ટોપલેની જમણા હાથની આંગળી ભંગાઈ ગઈ હતી ત્યાર બાદ તેને ટૂર્નામેન્ટની બાકી રહેલી તમામ મેચ માંથી આરામ આરવામાં આવ્યો છે. વિશ્વ કપ વિજેતા જોફ્રા આર્ચરને જીવનદાન આપવાની ઈચ્છાનો વિરોધ કરવા છતાં હાલના ચેમ્પિયને બ્રાયડન કાર્સેની પસંદગી કરવાનો નિર્ણય લીધો છે. જરૂરિયાત અનુસાર કાર્સેને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવા માટે ટૂર્નામેન્ટની ઈવન્ટની ટેકનીકલ સમિતિ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.
-
Brydon Carse has replaced the injured Reece Topley in England's #CWC23 squad 🔁 pic.twitter.com/OlIe1VyxZO
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Brydon Carse has replaced the injured Reece Topley in England's #CWC23 squad 🔁 pic.twitter.com/OlIe1VyxZO
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2023Brydon Carse has replaced the injured Reece Topley in England's #CWC23 squad 🔁 pic.twitter.com/OlIe1VyxZO
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2023
બ્રાયડન કાર્સેની ક્રિકેટ કારકિર્દી: પોતાની પ્રારંભિક કારકિર્દીમાં બ્રાયડન કાર્સે ઈંગલેન્ડ માટે માત્ર 12 વનડે મેચ રમી છે. પરંતુ જુલાઈમાં પાકિસ્તાન સામે 5 વિકેટ અને ત્યાર બાદ નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે ડોમેસ્ટિક પ્રદર્શનથી તેણે સૌ કોઈને પ્રભાવિત કર્યા હતાં.
-
Brydon Carse will replace Reece Topley in our World Cup squad for the remainder of the tournament.
— England Cricket (@englandcricket) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Welcome, Carsey 🙌 #EnglandCricket | #CWC23 pic.twitter.com/DrDzkDbUeU
">Brydon Carse will replace Reece Topley in our World Cup squad for the remainder of the tournament.
— England Cricket (@englandcricket) October 23, 2023
Welcome, Carsey 🙌 #EnglandCricket | #CWC23 pic.twitter.com/DrDzkDbUeUBrydon Carse will replace Reece Topley in our World Cup squad for the remainder of the tournament.
— England Cricket (@englandcricket) October 23, 2023
Welcome, Carsey 🙌 #EnglandCricket | #CWC23 pic.twitter.com/DrDzkDbUeU
ઈંગ્લેન્ડની ટીમમાં કાર્સેની એન્ટ્રી: શનિવારે મુંબઈના વાનખેડેમાં દક્ષિણ આફ્રીકા સામે ઈંગ્લેન્ડની મેચ દરમિયાન રીસ ટોપલેની જમણા હાથની આંગળી ભંગાઈ ગઈ હતી ત્યાર બાદ તેને આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2023ની બાકી રહેલી તમામ મેચ માંથી આરામ આપવામાં આવ્યો છે. હાલના વિશ્વ કપમાં સંઘર્ષ કરી રહેલા ઈંગ્લેન્ડનો આગામી સામનો ગુરૂવારે બેંગાલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકા સાથે થવાનો છે જેમાં કાર્સે સામેલ થઈ શકે છે. કારણ કે, સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટેની રેસમાં ટકી શકવા માટે તે એડીચોટીનું જોર લગાવશે. ઈંગ્લેન્ડ આ સમયે 4 માંથી 3 મેચ હારીને 10 ટીમોની પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે. મહત્વપૂર્ણ છે કે, આગામી રવિવારે ઈંગ્લેન્ડનો સામનો વર્લ્ડ કપના પ્રબળ દાવેદાર ભારત સાથે લખનઉમાં થવાનો છે.