ETV Bharat / sports

India vs Ireland T20: ભારતે આયર્લેન્ડને 33 રને હરાવ્યું, સિરીઝ 2-0 થી જીત મેળવી - ભારત આયર્લેન્ડ મેચ

તારીખ 20 ઓગસ્ટના રોજ ભારત અને આયર્લેન્ડ વચ્ચે સાંજે ડબલિનમાં બીજી T20 મેચ રમાઈ હતી. ભારતની ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા મેદાન પર ઉતર્યા હતા. ભારતે આયર્લેન્ડને 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આયર્લેન્ડ 20 ઓવરમાં 8 વિકેટના નુક્શાન પર 152 રન બનાવીને હારી ગઈ હતી.

ભારતે આર્લેન્ડને 33 રને હરાવ્યું, સિરીઝ 2-0 થી જીત મેળવી

author img

By

Published : Aug 21, 2023, 11:01 AM IST

ડબલિન: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી T20 મેચમાં ભારતે આયર્લેન્ડને 33 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે 3 મેચની T20 સિરીઝ પણ 2-0 થી જીતી લીધી છે. આ મેચમાં ભારતે 5 વિકેટ ગમાવીને 185 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. આ દરમિયાન ઋતુરાજ ગયાકવાડે અડધી સદી ફટકારી હતી. 186 રનનો પીછો કરવા માટે ઉતરેલી આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વકેટના નુક્શાન પર 152 રન બનાવી શકી હતી અને 33 રનથી મેચ હારી ગઈ હતી.

ભારત vs આયર્લેન્ડ T20: આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરુઆત કરી હતી. T20 મેચમાં આયર્લેન્ડના ઓપનર એન્ડ્રયુ બાલબર્નીએ 72 રનની ફટકાર્યા હતા. જ્યારે ભારતના બોલરોની વાત કરીએ તો, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. ભારતના ઝડપી બોલર અર્શદીપ સિંહે 16મી ઓવરના ચોથા બોલ પર તોફાની બોટિંગ કરી રહેલા એન્ડ્રુ બાલબર્નીને 72 રનના અંગત સ્કોર પર સંજુ સેમસનના હાથે કેટ આઉટ કરાવ્યો હતો.

ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન: પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધરિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે 58 રનની અડધી સદીની ઈનિંગ રમી હતી. સંજુ સેમસને 25 બોલમાં 40 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં રિંકુ સિંહે 21 બોલમાં 38 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 22 રન બનાવીને નોટઆઉટ રહ્યાં હતા છે. બીજી તરફ આયર્લેન્ડ તરફથી બેરી મેકકાર્થીએ 2 વિકેટ ઝડપી હતી.

ભારતીય ખેલાડીઓની શાનદાર બેટિંગ: આયર્લેન્ડના ઝડપી બોલર બેરી મેકાકાર્થીએ 16મી ઓવરના પહેલા બોલ પર અડધી સદી રમી રહેલા ઋતુરાજ ગાયકવાડને 58 રનના અંગત સ્કોર પર હેરી ટેક્ટરના હાથે કેટ આઉટ કરાવ્યો હતો. આયર્લેન્ડના સ્પિન બોલર બેન્ડામિન વ્હાઈટે 13મી ઓવરના બીજા બોલ પર તોફાની બેટિંગ કરી રહેલા સંજુ સેમસનને 40 રનના અંગત સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.

આયર્લેન્ડના ખેલાડીઓનું પ્રદર્શન: જેયોર્જ ડોકરેલ 15મી ઓવરના છેલ્લા બોલ પર 2 રન બનાવીને રનઆઉટ થયા હતા. આયર્લેન્ડના ઓપનર એન્ડ્રુ બાલબર્નીએ 39 બોલમાં તેમની 10 મી T20 અર્ધ સદી ફટકારી હતી. આ ઈનિંગમાં તેમણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ભારતના સ્ટાર સ્પિનર રવિ બિશ્નોઈએ 10મી ઓવરના છેલ્લા બોલ પર 18 રનના અંગત સ્કોર પર શિવમ દુબેના હાથે કર્ટિસ કેમ્પરને કેચ આઉટ કરાવ્યો હતો. ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ તારીખ 22 ઓગસ્ટના રોજ મંગળવારે રમાશે.

  1. India vs Ireland 2nd T20: ભારત-આયર્લેન્ડ વચ્ચે સાંજે 7:30 કલાકે બીજી T20 મેચ રમાશે, અહિં જાણો હવામાન રિપોર્ટ
  2. Antim Panghal: અંતિમ પંઘાલે રચ્યો ઈતિહાસ, જીત્યો સતત બીજી વખત ગોલ્ડ મેડલ
  3. IND vs IRE 1st T20 : પ્રથમ T20માં ડકવર્થ લુઈસ નિયમ દ્વારા ભારતીય ટીમે આયર્લેન્ડને 2 રને હરાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.