ETV Bharat / sports

IND A vs PAK A : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુુકાબલો, બપોરે 2 વાગ્યે મેચ શરુ થશે

ઇમર્જિંગ એશિયા કપમાં આજે ભારત Aનો મુકાબલો પાકિસ્તાન A સામે થશે. વિકેટ કીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે કહ્યું કે, ભારત પાક મેચનો રોમાંચ કંઈક અલગ જ પ્રકારનો હોય છે. ધ્રુવ IND A vs PAK A મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને નોંધપાત્ર સિદ્ધિ માને છે.

Etv BharatIND A vs PAK A
Etv BharatIND A vs PAK A
author img

By

Published : Jul 19, 2023, 1:58 PM IST

નવી દિલ્હીઃ ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2023માં આજે ભારત Aનો મુકાબલો પાકિસ્તાન A સામે થશે. આ મુકાબલા પહેલા વિકેટ કીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા, વિકેટ કીપર બેટ્સમેને પણ કહ્યું, ભારત પાક મેચનો રોમાંચ કંઈક અલગ જ પ્રકારનો હોય છે. "ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટ હંમેશા રહી છે, તે એક અલગ જ સ્તરનો ઉત્સાહ આપે છે."

પરિણામને ધ્યાનમાં લીધા વિના શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે: ધ્રુવ જુરેલે કહ્યું, "જો કોઈ આ મેચમાં સારું રમે છે, તો તે તેમના માટે મોટી સિદ્ધિ છે કારણ કે મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે." જમણા હાથના ભરોસાપાત્ર બેટ્સમેન યશ ધુલ ખુલ્લેઆમ તે દબાણને સ્વીકારે છે અમારો અંતિમ ધ્યેય પરિણામને ધ્યાનમાં લીધા વિના શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. “દેખીતી રીતે દબાણ હશે, પરંતુ આપણે તેને હેન્ડલ કરવાના રસ્તાઓ શોધવા પડશે. શું આપણે રમતનો આનંદ લઈને તેને હેન્ડલ કરીશું કે પછી આપણે દબાણ લઈશું અને પરિણામે અમારું સર્વશ્રેષ્ઠ આપવામાં નિષ્ફળ થવું એ સંપૂર્ણપણે આપણા પર નિર્ભર છે." "અમે સામાન્ય રમતની જેમ અમારી રમતનો આનંદ માણીશું. પરિણામ વિશે નહિ વિચારીએ."

ભારતની ટીમ: યશ ધુલ (કેપ્ટન), સાઈ સુદર્શન, અભિષેક શર્મા, રિયાન પરાગ, નિશાંત સિંધુ, માનવ સુથાર, હર્ષિત રાણા, નીતિશ રેડ્ડી, આરએસ હંગરગેકર, આકાશ સિંહ, યુવરાજ સિંહ ડોડિયા, પ્રભસિમરન સિંહ, પ્રદોષ પોલ, નિકિન જોસ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર)

પાકિસ્તાનની ટીમ: સીમ અયુબ (કેપ્ટન), સાહિબજાદા ફરહાન, ઓમેર યુસુફ, કામરાન ગુલામ, તૈયબ તાહિર, કાસિમ અકરમ, મોહમ્મદ વસીમ જુનિયર, સુફિયાન મુકિમ, અરશદ ઈકબાલ, શાહનવાઝ દહાની, મેહરાન મુમતાઝ, હસીબુલ્લાહ ખાન, મુબાસિર ખાન, આમદ બટ્ટ, મોહમ્મદ હરિસ (વિકેટ કીપર)

આ પણ વાંચો:

  1. Shooting : અભિનવ અને ગૌતમીએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો, આ સ્પર્ધામાં ભારતનો ત્રીજો મેડલ
  2. Wimbledon 2023 : પ્રથમ વિમ્બલ્ડન ટાઈટલ જીત્યા બાદ સ્પેનિશ ખેલાડી કાર્લોસ અલ્કારાઝની આંખોમાંથી આંસુ આવી ગયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.