નવી દિલ્હી: કોહલીના ઈન્ટરવ્યુનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોહલી પોતાના ખરાબ સમયના સાથી તરીકે ધોનીને ગણાવ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. કોહલીનો સમય એટલો ખરાબ હતો કે તેણે તેની કેપ્ટનશીપ ગુમાવી દીધી હતી અને ટીમમાં તેના રહેવા પર સવાલો ઉઠી રહ્યા હતા.
-
King Kohli talks about captaincy, 2014 and 2018 England tours, the bad form he went through last year, fun off field anecdotes and more, on @eatsurenow presents #RCBPodcast https://t.co/nvZIBuwNKP#PlayBold @imVkohli
— Royal Challengers Bangalore (@RCBTweets) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">King Kohli talks about captaincy, 2014 and 2018 England tours, the bad form he went through last year, fun off field anecdotes and more, on @eatsurenow presents #RCBPodcast https://t.co/nvZIBuwNKP#PlayBold @imVkohli
— Royal Challengers Bangalore (@RCBTweets) February 25, 2023King Kohli talks about captaincy, 2014 and 2018 England tours, the bad form he went through last year, fun off field anecdotes and more, on @eatsurenow presents #RCBPodcast https://t.co/nvZIBuwNKP#PlayBold @imVkohli
— Royal Challengers Bangalore (@RCBTweets) February 25, 2023
ધોની સૌથી સારા મિત્ર: એટલું જ નહીં, કોહલીને ટી-20 વર્લ્ડ કપમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. જો જોવામાં આવે તો ચારેબાજુ કોહલીની ટીકા થઈ રહી હતી. પરંતુ એશિયા કપ 2022 કિંગ કોહલી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. કોહલીએ આ ટૂર્નામેન્ટમાં સદી પણ ફટકારી હતી. આ પછી કોહલીની ખરાબ કિસ્મતનો અંત આવ્યો. કોહલીના ઈન્ટરવ્યુનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોહલી પોતાના ખરાબ સમયના સાથી ધોનીને કહી રહ્યો છે.
RCBની પોડકાસ્ટ: RCBની પોડકાસ્ટ સીઝન 2 માં કોહલીએ મહેન્દ્ર સિંહ ધોની સાથેની તેની મિત્રતાની કેટલી વાતો જાહેર કરી હતી. કોહલીએ આ ઈન્ટરવ્યુમાં પોતાના દિલની વાત કહી છે. તેણે કહ્યું કે જ્યારે તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનો પરિવાર અને તેના બાળપણના કોચ તેને સપોર્ટ કરતા હતા. પરંતુ આ સિવાય અન્ય એક ખેલાડી પણ હતો જેણે તેને પ્રેરિત કર્યો.
ધોનીની મિત્રતા: વિરાટ કોહલીએ કહ્યું કે એમએસ ધોનીના એક સંદેશે તેને નવા ઉત્સાહથી ભરી દીધો છે. કોહલીએ કહ્યું કે ધોની ભાગ્યે જ કોઈને મેસેજ કરે છે. પરંતુ જ્યારે તેણે મને મેસેજમાં લખ્યું કે 'જ્યારે લોકો તમને મજબૂત માને છે અને તમે તેમને મજબૂત દેખાડો છો, ત્યારે આ લોકો તમે કેમ છો' તે પૂછવાનું ભૂલી ગયા છો. તેના આ સંદેશથી કોહલીએ પોતાને માનસિક રીતે મજબૂત ખેલાડી બનાવ્યો હતો.