ETV Bharat / sports

વિરાટ કોહલી આફ્રિકા સામેની ODI સિરીઝમાં બ્રેક લઈ શકે છે, આવતા મહિને ભારતીય ટીમ આફ્રિકાના પ્રવાસે જશે - विराट कोहली अफ्रीका दौरे पर वनडे नहीं खेले

Virat Kohli: ભારતીય ટીમનો મહાન બેટ્સમેન વિરાટ કોહલી આફ્રિકા સામેની વનડે મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. મળતી માહિતી મુજબ, વિરાટે સફેદ બોલ ક્રિકેટમાંથી આરામ કરવાનો નિર્ણય લીધો છે.

Etv BharatVirat Kohli
Etv BharatVirat Kohli
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 7:59 PM IST

નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હવે વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લેવા જઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીએ BCCIને કહ્યું કે, તે આફ્રિકા માટે ઉપલબ્ધ રહેશે નહીં, તેને થોડા સમય માટે વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી બ્રેકની જરૂર છે. પરંતુ તે ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે.

  • Virat Kohli has informed the BCCI that he'll take a break from White Ball format Vs South Africa and will be back for the Test series. (Indian Express). pic.twitter.com/VsRUsBZWoO

    — Mufaddal Vohra (@mufaddal_vohra) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન: વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023માં ટોપ સ્કોરર હતો. તેણે વર્લ્ડ કપ દરમિયાન 11 ઇનિંગ્સમાં 765 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ શાનદાર સદી સામેલ હતી. વિરાટ કોઈપણ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, જેણે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ વર્લ્ડ કપ પછી સફેદ બોલની ક્રિકેટ રમવાના મૂડમાં નથી. દ.આફ્રિકા સાથે ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે.

ભારતીય ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે: તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. જ્યાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ રમાશે. વર્લ્ડ કપ પહેલા, કોહલી અને રોહિત શર્માને સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ત્રણ વનડે માટે બ્રેક આપવામાં આવ્યો હતો, ત્યારબાદ બંને રાજકોટમાં મેચ માટે પરત ફર્યા હતા. હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે 5 મેચની T-20 શ્રેણી રમી રહી છે. જેમાં વર્લ્ડ કપમાં ભાગ લેનાર લગભગ તમામ ખેલાડીઓને બ્રેક આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. એશિયા કપ 2023ની અન્ડર-19 ટીમમાં કચ્છના યુવા ક્રિકેટર રાજ લીંબાણીનો સમાવેશ
  2. મિત્રને આપેલા વચનને પૂર્ણ કરવા લીટલ માસ્ટર સુનિલ ગાવસ્કર નવસારી પહોંચ્યા હતા
  3. BCCIએ ભારતીય કોચ રાહુલ દ્રવિડ અને અન્ય સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ લંબાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.