નવી દિલ્હીઃ ભારતને ઓસ્ટ્રેલિયા દ્વારા ત્રણ ODIની છેલ્લી મેચમાં 66 રને પરાજય મળ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા 49.4 ઓવરમાં 286 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 3 વનડે શ્રેણીની છેલ્લી મેચ 2-1થી જીતી લીધી છે.
-
#TeamIndia fought hard but it's Australia who win the third ODI
— BCCI (@BCCI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India clinch the @IDFCFIRSTBank ODI series 2-1 👏👏
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#INDvAUS pic.twitter.com/uWv9LSfn04
">#TeamIndia fought hard but it's Australia who win the third ODI
— BCCI (@BCCI) September 27, 2023
India clinch the @IDFCFIRSTBank ODI series 2-1 👏👏
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#INDvAUS pic.twitter.com/uWv9LSfn04#TeamIndia fought hard but it's Australia who win the third ODI
— BCCI (@BCCI) September 27, 2023
India clinch the @IDFCFIRSTBank ODI series 2-1 👏👏
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#INDvAUS pic.twitter.com/uWv9LSfn04
ઓસ્ટ્રેલિયા: આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 56 રન, મિચેલ માર્શે 96 રન, સ્ટીવ સ્મિથે 74 રન અને માર્નસ લાબુશેને 72 રનની અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તો કુલદીપ યાદવે પણ 2 વિકેટ પોતાના નામે કરી હતી.
ભારત: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. આ બંનેએ ઓસ્ટ્રેલિયન બોલરોને ખરાબ રીતે માત આપી હતી. ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ 81 રન અને વિરાટ કોહલીએ 56 રન બનાવ્યા હતા. આ બંને સિવાય રવિન્દ્ર જાડેજાએ 35 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 4 અને જોશ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી.
બંને ટીમો સંભવિત પ્લેઈંગ ઈલેવન:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, એલેક્સ કેરી (wk), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ
આ પણ વાંચો: