- T-20 વર્લ્ડ કપનું થીમ સોંગ લોન્ચ
- થીમ સોંગમાં વિરાટ, મેક્સવેલ, પોલાર્ડ અને રાશિદનું એનિમેશન
- અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે T-20 વર્લ્ડ કપનું Live The Game એન્થમ
દુબઈ: આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં હવે લગભગ એક મહિનાનો સમય બચ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન આ ટુર્નામેન્ટની યજમાની કરશે. 17 ઑક્ટોબરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ 14 નવેમ્બર સુધી ચાલશે.
આઈસીસીએ ટી-20 વિશ્વ કપની તૈયારીઓ પૂરજોશમાં
ઉલ્લેખનીય છે કે આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બાકી રહેલી કસર ખેલાડીઓ આઈપીએલમાં રમીને પોતાની તૈયારી કરવામાં પૂર્ણ કરી રહ્યા છે. આઈસીસીએ ટી-20 વિશ્વ કપને લઇને મોટી અપડેટ આપી છે.
ટી-20 વિશ્વ કપનું થીમ સોંગ લૉન્ચ
-
🎵 Let the world know,
— ICC (@ICC) September 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This is your show 🎵
Come #LiveTheGame and groove to the #T20WorldCup anthem 💃🕺 pic.twitter.com/KKQTkxd3qw
">🎵 Let the world know,
— ICC (@ICC) September 23, 2021
This is your show 🎵
Come #LiveTheGame and groove to the #T20WorldCup anthem 💃🕺 pic.twitter.com/KKQTkxd3qw🎵 Let the world know,
— ICC (@ICC) September 23, 2021
This is your show 🎵
Come #LiveTheGame and groove to the #T20WorldCup anthem 💃🕺 pic.twitter.com/KKQTkxd3qw
આઈસીસીએ ટી-20 વિશ્વ કપનું થીમ સોંગ લૉન્ચ કર્યું છે. આ ગીતને નામ આપવામાં આવ્યું છે 'Live The Game.' આઈસીસીએ એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે. તેણે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વિડીયોને શેર પણ કર્યો છે. આઈસીસી દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ગીતને સંગીતકાર અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે.
એનિમેટેડ અવતારમાં કોહલી
વિડીયોમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન, વેસ્ટઇન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડ અને ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ એનિમેટેડ અવતારમાં દર્શાવવામાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આ ગીતમાં યુવા ફેન્સની સાથે સાથે એનિમેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં યુવા ફેન્સને ટી-20 ક્રિકેટ તરફ આકર્ષિત થતા અને પોતાના મનપસંદ ખેલાડીઓ સાથે રમતા દર્શાવવામાં આવ્યા છે.
બ્રાન્ડ ન્યૂ બ્રોડકાસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ
આ વિડીયો સોન્ગમાં અવતાર એનિમેશને બ્રાન્ડ ન્યૂ બ્રોડકાસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જેમાં 2D અને 3D બંને ઇફેક્ટ્સ છે. આને બનાવવામાં 40 લોકો લાગ્યા હતા, જેમાં ડિઝાઇનર, મોડલર્સ, મેટ પેઇન્ટર્સ, એનિમેટર્સ, લાઇટર્સ અને કમ્પોઝિટર્સ સામેલ છે.
પોલાર્ડે કહ્યું- હું ધૂમ મચાવવા તૈયાર છું
વેસ્ટઇન્ડિઝના કાયરન પોલાર્ડે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 'ટી-20 ક્રિકેટે હંમેશા બતાવ્યું છે કે તે તમામ ઉંમરના ફેન્સને પોતાની સાથે જોડી શકે છે અને હું યુએઈમાં ધૂમ-ધમાકો મચાવવા તૈયાર છું, તેમના માટે જેઓ આખા વિશ્વમાં આને જોઇ રહ્યા છે.'
ટ્રોફી જીતવા માટે અનેક ટીમો દાવેદાર
ઑસ્ટ્રેલિયાના મેક્સવેલે કહ્યું છે કે, તે આતુરતાથી ટી-20 વિશ્વ કપની રાહ જોઇ રહ્યો છે. આઈસીસી ટી-20 વિશ્વ કપ ઘણો મુશ્કેલ થવા જઈ રહ્યો છે અને ઘણો ઉત્સાહજનક પણ છે. અનેક ટીમો છે જે ટ્રોફી જીતી શકે છે અને દરેક મેચ ફાઇનલ જેવી છે.
24 ઑક્ટોબરના પાકિસ્તાન સામે ટકરાશે ભારત
ઉલ્લેખનીય છે કે ભારતને આ વિશ્વ કપમાં ગ્રુપ-2માં રાખવામાં આવ્યું છે, જ્યાં તેની સાથે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન છે. તો અન્ય 2 ટીમો ક્વોલિફિકેશનથી આવશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર હરીફ પાકિસ્તાનની વિરુદ્ધ 24 ઑક્ટોબરથી કરશે. ત્યારબાદ 31 ઑક્ટોબરના તેની સામે ન્યુઝીલેન્ડ હશે. 3 નવેમ્બરના ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે. 5 અને 8 તારીખે 2 અન્ય ટીમો સામે પણ ભારતની મેચ હશે.
વધુ વાંચો: કોચ રવિ શાસ્ત્રીએ એવું તો શું કહ્યું હતું કે વિરાટ કોહલીએ છોડી દીધી કેપ્ટનશિપ
વધુ વાંચો: IPL 2021: આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો, MIનું પલડું ભારે