- બોલિંગ કોચ માટે પારસ મહેમ્બ્રેએ અરજી કરી
- દ્રવિડ ભારતીય ટીમના આગામી મુખ્ય કોચ બની શકે છે
- રણજી ટ્રોફીમાં બંગાળ અને બરોડાના કોચ રહી ચૂક્યા છે
દિલ્હી: ભારત A અને અંડર -19 ટીમોમાં સફળ રહેલા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પારસ મહેમ્બ્રે(Paras Mahembre)એ સોમવારે વરિષ્ઠ ટીમના બોલિંગ કોચ પદ માટે અરજી કરી હતી. બીસીસીઆઈના સૂત્રોએ માહિતી આપી છે કે, મહેમ્બ્રે લગભગ એક દાયકાથી નેશનલ ક્રિકેટ એકેડમી સાથે સંકળાયેલા છે અને રાહુલ દ્રવિડ(Rahul Dravid)ના નજીક ગણવામાં આવે છે. ઉપરાંત દ્રવિડ ભારતીય ટીમના આગામી મુખ્ય કોચ બની શકે છે.
પારસે બોલિંગ કોચ માટે અરજી કરી
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પારસે આજે આ પદ માટે અરજી કરી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર છે. પારસ પાસે ઘણો અનુભવ છે અને તે છેલ્લા એક દાયકાથી ભારતીય ક્રિકેટની ચુનંદા કોચિંગ સિસ્ટમનો એક ભાગ છે.
બીસીસીઆઈ માને છે કે હાલના ફાસ્ટ બોલર્સ મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવના ગયા બાદ ભારતીય ફાસ્ટ બોલર્સની આગામી જનરેશનમાં મ્હામ્બ્રેના માર્ગદર્શન હેઠળ અંડર -19 અથવા એ ટીમ માટે રમ્યા છે.
દ્રવિડ મુખ્ય કોચનું પદ સંભાળવા માટે સંમત થઈ રહ્યો છે
બીસીસીઆઈના સૂત્રોએ અગાઉ સંકેત આપ્યો હતો કે, દ્રવિડ મુખ્ય કોચનું પદ સંભાળવા માટે સંમત થઈ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે મહેમ્બ્રેની અરજીનો અર્થ એ છે કે તેની કોર ટીમના સભ્યો ભારતીય ટીમ સાથે કામ કરવામાં રસ ધરાવે છે. મ્હામ્બ્રે 1996થી 1998 વચ્ચે ભારત માટે બે ટેસ્ટ અને ત્રણ વનડે રમ્યા છે અને તેણે મુંબઈ માટે 91 ફર્સ્ટ ક્લાસ મેચમાં 284 વિકેટ લીધી છે. મહેમ્બ્રે રણજી ટ્રોફીમાં બંગાળ અને બરોડાના કોચ રહી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની પત્રકારની કોહલીએ બોલતી બંધ કરી દીધી, રોહિતને લઇને પૂછાયેલા પ્રશ્ન પર ભડક્યો વિરાટ
આ પણ વાંચોઃ કેપ્ટનશીપ છોડવાનો કોહલીનો નિર્ણય હતો, બોર્ડે કોઈ દબાણ કર્યું ન હતું: સૌરવ ગાંગુલી