ETV Bharat / sports

IPL 2023 FINAL : ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ સોમવારે રમાશે, વરસાદ બન્યો વિલન

TATA IPL 2023 Finals મેચ આજે અમદાવાદના સ્ટેડિયમમાં આજે 7:30 વાગે શરૂ થાય તે પહેલા જ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને લઈને સ્ટેડિયમને કવર કરવામાં આવ્યું હતું, પણ ભારે વરસાદને કારણે સ્ટેડિયમના મેદાનમાં વધુ પાણી હોવાથી આઈપીએલની ફાઈનલ મેચ 29 મે, 2023ને સોમવારે સાંજે 7.30 વાગ્યે રમાશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

TATA IPL 2023 FINAL
TATA IPL 2023 FINAL
author img

By

Published : May 28, 2023, 11:09 PM IST

Updated : May 28, 2023, 11:34 PM IST

અમદાવાદ: IPL 2023 Finals મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે 29 મે, 2023ને સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી આજે રવિવારે રમાનારી ફાઈનલ મેચ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. દર્શકોને જણાવ્યું છે કે આજની મેચ જોવાની ટિકિટ છે તે સાચવીને રાખે. તે ટિકિટ કાલે સોમવારે 29 મે, 2023ના રોજ વેલીડ ગણાશે. હવે આવતીકાલે સોમવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.

પહેલી વખત ફાઈનલ રીઝર્વ ડેએ રમાશેઃ આઈપીએલ 2023 ફાઈનલ મેચ પહેલી વખત રીઝર્વ ડેએ રમાશે. અત્યાર સુધીના ઈતિહાસ આવું કયારેય બન્યું નથી. અમદાવાદમાં ભારે પવન અને વાવાઝોડા સાથે સાંજે 5.30 વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો હતો. જેને કારણે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ટોસ પણ ઉછાળી શકાયો નથી. અને અંતે એમ્પાયરોએ મેદાનનું સર્વેક્ષણ કરીને નિર્ણય કર્યો છે કે હવે કાલે સોમવારે 29 મે, 2023ના રોજ ફાઈનલ રમાશે.

અમદાવાદમાં 11 વાગ્યા સુધી અવિરત વરસાદઃ આઈપીએલ 2023 ફાઈનલ રમી શકાય તે માટે અથવા તો પાંચ ઓવરની મેચ રમાડી શકાય તેવા ઓપ્શન સાથે પણ વિચારણા થઈ હતી. જો કે અમદાવાદમાં રાત્રે 11 વાગ્યા સુધી વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. સ્ટેડિયમ પર પીચ કવરથી ઢાંકી દેવાઈ હતી, પણ સ્ટેડિયમમાં મેદાન ભીનું હતું અને પાણી ભરાયેલા હતા. જેથી અંતે મેચ રીઝર્વ ડેના દિવસે રમાડવાનો નિર્ણય જાહેર કરાયો હતો.

મેચના દર્શકો નિરાશ થયાઃ આઈપીએલની ફાઈનલ મેચમાં હોમ ટીમ ગુજરાત ટાઈન્ટન્સ હોવાથી દર્શકો ખૂબ મોટી સંખ્યામાં મોદી સ્ટેડિયમ પર ઉમટ્યા હતા. પણ વરસાદ સતત ચાલુ રહેતા દર્શકો નિરાશ થયા હતા. અને ભારે વરસાદને કારણે મોદી સ્ટેડિયમમાં જ દોડાદોડી થઈ ગઈ હતી અને સ્ટેડિયમ પર બપોરે 3 વાગ્યાથી આવેલા દર્શકો નિરાશ થઈને પાછા ફર્યા હતા. હવે કાલે સોમવારે વર્કિંગ ડે છે, જેથી મેચ જોવા આવનારાઓ વર્કિગ સ્થળ પર રજા રાખવી પડશે.

CSK અને GT સામ સામે: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાત ટાઇટન્સ 3 મેચ જીતી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 1 મેચ જીતી છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023ના ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સે આ હારને ધ્યાનમાં રાખીને CSK સામે મેદાનમાં ઉતરવું પડશે.

ગુજરાત ટાઇટન્સનું મજબૂત અને નબળુ પાસુ: ગુજરાત ટાઇટન્સની તાકાત તેના ઓલરાઉન્ડર ખેલાડીઓ છે, જે ગમે ત્યારે મેચનો માર્ગ બદલી શકે છે. સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધીની સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, જો આ મેચમાં પણ ગિલનું બેટ ચાલે તો સમજવું કે ચેન્નાઈની હાર નિશ્ચિત છે. જીટીનું બોલિંગ આક્રમણ પણ ટોપ ક્લાસ છે. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં મોહમ્મદ શમી, રાશિદ ખાન અને મોહિત શર્મા ટોપ-3માં છે. ગુજરાતની નબળાઈ તેના મિડલ ઓર્ડર બેટ્સમેનો છે. પ્રારંભિક વિકેટો પડી ગયા પછી જીટીની ટીમ વિખેરાઈ ગઈ.

ચેન્નાઈ સુપર કિંગ્સનું મજબૂત અને નબળુ પાસુ: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી મજબૂત બાજુ તેના કેપ્ટન એમએસ ધોની છે, જે મેદાન પર તેની મનની રમત માટે જાણીતા છે. ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઈટન્સને હરાવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ ઉત્સાહિત છે. CSKની તાકાત પણ તેની બેટિંગ છે. ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ડેવોન કોનવે પર ફરી એકવાર રન બનાવવાની જવાબદારી રહેશે. છેલ્લી ઓવરમાં ઝડપી બોલર પથિરાનાએ સારી બોલિંગ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની નબળાઈ દેખીતી રીતે જ તેની બોલિંગ છે. CSK બોલરો પ્રેશર મેચોમાં ઘણા રન આપે છે.

Last Updated : May 28, 2023, 11:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.