નવી દિલ્હી: ICC ટુર્નામેન્ટમાં ભારતની મોટી મેચો હારવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.(ROHIT sharma cry after loses match ) ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં 10 વિકેટની હારથી ભારતીય ટીમનું 11 વર્ષ પછી આઈસીસી ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું અને વિશ્વભરના કરોડો ભારતીયોના દિલ પણ તૂટી ગયા હતા.
ખૂબ જ ભાવુક: આ હાર બાદ રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા રોહિતની કેપ્ટનશીપમાં પહેલીવાર ICC T20 વર્લ્ડ કપ રમી રહી હતી. મેચ ખતમ થયા બાદ જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડની ટીમ સાથે પોતપોતાના ડગઆઉટમાં પહોંચ્યા તો રોહિત શર્મા ખૂબ જ ભાવુક થઈ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત પોતાના આંસુ સાફ કરી રહ્યો છે. રોહિતને આ રીતે ઉદાસ જોઈને રાહુલ દ્રવિડ તેની પાસે પહોંચ્યો અને બંનેએ લાંબા સમય સુધી વાત પણ કરી હતી.
169 રનનો લક્ષ્યાંક: મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 169 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં ઈંગ્લેન્ડે 16 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.