- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 મેચ
- ભારતે બીજી ટી20 મેચમાં જીત મેળવી સ્કોર 1-1 કર્યો
- ભારતે 7 વિકેટ સાથે મેચને પોતાના નામે કરી
આ પણ વાંચોઃ તલવારબાજ ભવાની દેવી ઓલંપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રવિવારે ટી20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કરનારા બેટ્સમેન ઈશાન કિશને ધમાકેદાર 56 રન બનાવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. જોતજોતામાં ભારત 7 વિકેટથી સરળતાથી જીતી ગયું હતું. જ્યારે ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ 73 રન બનાવ્યા હતા. આ વખતે વિરાટ કોહલી ફરી એક વાર આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. આ સાથે જ ભારતે કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા છે.
આ પણ વાંચોઃ OPEN 13: મેદવેદેવે હોર્બર્ટને હરાવીને જીત્યો કારકિર્દીનો 10મો ખિતાબ, બન્યા વિશ્વના નંબર -2 ખેલાડી
ભારતે અનેક રેકોર્ડ પણ બનાવ્યા
ઈંગ્લેન્ડ સામે ભારતની આ 8મી ટી20 જીત છે. આ પહેલા કુલ 15 મેચમાં 8 જીત ઈંગ્લેન્ડના નામે હતી. જોકે આ જીત પછી ઈંગ્લેન્ડ અને ભારતે 8-8 જીત મેળવી બરાબરી કરી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની 26 પચાસ પ્લસ ઈનિંગમાં પણ સિદ્ધિ મેળવી છે. હવે ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે 26 પચાસ પ્લસ બનાવનારા તેઓ પહેલા ક્રિકેટર બની ગયા છે. વિરાટે 21 અડધી સદી અને 3 સદી તેમ જ 25 પચાસ પ્લસ સ્કોરની સાથે રોહિત શર્માને પછાડી દીધો છે.