ETV Bharat / sports

ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ, યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌથમ થયા સંક્રમિત

ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. બંને ખેલાડીઓ ઓલરાઉન્ડર ક્રૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યાં હતા. ક્રૃણાલ પંડ્યા 27 જુલાઈના રોજ કોરોના પોઝિટિવ થયો હતો.

ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ

author img

By

Published : Jul 30, 2021, 1:41 PM IST

  • ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ કોરોના પોઝિટિવ
  • યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌથમનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • ક્રૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યાં હતા

નવી દિલ્હી: ભારતીય ટીમ હાલ શ્રિલંકાના પ્રવાસે છે. જ્યા શ્રિલંકા સામેની સિરિઝ દરમિયાન ભારતીય ટીમના ત્રણ ખેલાડી કોરોના સંક્રમિત થયા હતા. ત્રણ દિવસ પહેલા કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે બાદ આજે શુક્રવારે ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌથમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની એક ન્યૂઝ એજન્સી એએનઆઈના સુત્રો પાસેથી માહિતી મળી છે.

આ બંને ખેલાડી સિવાયના સંપર્કમાં આવેલા તમામનો રિપોર્ટ આવ્યો છે નેગેટિવ

આ બંને ખેલાડીઓ કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યાં હતા. જોકે, આ બંને ખેલાડીઓ ઉપરાંત હાર્દિક પંડ્યા, સુર્યકુમાર યાદવ, પૃથ્વી શો, મનીશ પાંડે અને ઈશાન કિશન પણ કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. જોકે, તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. આ તમામ ખેલાડીઓ શ્રિલંકા સામેની બીજી અને ત્રીજી ટી-20 મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ ન હતા.

આ પણ વાંચો: ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, ભારત-શ્રીલંકા ટી-20 મેચ સ્થગિત

બીજી ટી-20 મેચ પણ થઈ હતી સ્થગિત

ઉલ્લેખનિય છે કે, કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે ભારત અને શ્રિલંકા વચ્ચે 27 જુલાઈના રોજ રમાનારી બીજી ટી-20 મેચને સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ 28 જુલાઈના રોજ આ મેચ રમાડવામાં આવી હતી. જે મેચમાં ભારતની ટીમની હાર થઈ હતી. બીજી ટી-20 મેચમાં ભારતે પ્રથમ બેંટિગ કર્તા 5 વિકેટના નુકસાન પર 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રિલંકાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાન સાથે આ ટાર્ગેટને પાર કરી મેચ જીતી હતી.

શ્રિલંકાએ સીરીઝ 2-1થી જીતી

ભારત અને શ્રિલંકા વચ્ચે સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 29 જુલાઈના રોજ રમાઈ હતી. જેમાં પણ ભારતની હાર થઈ હતી અને શ્રિલંકાએ સીરીઝ 2-1થી જીતી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.