દુબઈ: ભારતના આક્રમક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુધવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. રાંચીમાં ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં તેની 47 રનની ઇનિંગ તેને 910 રેટિંગ પોઈન્ટ પર લઈ ગઈ હતી પરંતુ શ્રેણીની બીજી મેચમાં અણનમ 26 રનની ઇનિંગ રમી હોવા છતાં તેના પોઈન્ટ્સની સંખ્યા ઘટીને 908 થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Usman khawaja visa: લો બોલો, ઉસ્માન ખ્વાજાને ભારતના વિઝા જ ન મળ્યા
સૂર્યકુમાર બીજા સ્થાને: સૂર્યકુમાર 908 રેટિંગ મેળવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન છે. તેણે તાજેતરમાં એરોન ફિન્ચ (900), વિરાટ કોહલી (897) અને બાબર આઝમ (896) જેવા સ્ટાર ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ઉપરાંત, સૂર્યા T20 રેન્કિંગમાં 900 થી વધુ રેટિંગ મેળવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ છે. સૂર્યકુમાર ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાનના T20 ઈન્ટરનેશનલ બેટ્સમેનોમાં સર્વકાલીન શ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટના રેકોર્ડની પણ ખૂબ નજીક છે. મલાને 2020માં કેપટાઉનમાં 915 માર્ક્સ મેળવ્યા હતા. T20 ઈન્ટરનેશનલ બેટ્સમેનોમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સની યાદીમાં સૂર્યકુમાર બીજા સ્થાને છે.
મોહમ્મદ સિરાજ ODI બોલરોની યાદીમાં ટોચ પર: સૂર્યકુમાર ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં છ મેચમાં 239 રન બનાવ્યા બાદ T20 રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો હતો. આ પછી, તેને ગયા મહિને ICCના વર્ષના સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. સૂર્યકુમાર સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન કે બોલર ટોપ 10માં સામેલ નથી. ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને છે. મોહમ્મદ સિરાજ ODI બોલરોની યાદીમાં ટોચ પર છે. બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલ છઠ્ઠા, વિરાટ કોહલી સાતમા અને રોહિત શર્મા નવમા સ્થાને છે.