કેપટાઉન:ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023ની શરૂઆત મોટા અપસેટ સાથે થઈ છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં યજમાન દેશને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવાર, 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપની ઓપનિંગ મેચ રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને 3 રને હરાવ્યું હતું. T20 રેન્કિંગમાં નંબર 8 ધરાવતા શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું જે નંબર 4 પર છે. આ ટુર્નામેન્ટની શરૂઆતમાં જ સાઉથ આફ્રિકાની ટીમને પોતાના જ ઘરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
-
💬 “The 33-year-old put South Africa to the sword in front of a stunned home crowd.”
— ICC (@ICC) February 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It was a night to remember for Sri Lanka hero Chamari Athapaththu ⬇️#SAvSL | #T20WorldCup | #TurnItUphttps://t.co/Q7B1smEqq1
">💬 “The 33-year-old put South Africa to the sword in front of a stunned home crowd.”
— ICC (@ICC) February 10, 2023
It was a night to remember for Sri Lanka hero Chamari Athapaththu ⬇️#SAvSL | #T20WorldCup | #TurnItUphttps://t.co/Q7B1smEqq1💬 “The 33-year-old put South Africa to the sword in front of a stunned home crowd.”
— ICC (@ICC) February 10, 2023
It was a night to remember for Sri Lanka hero Chamari Athapaththu ⬇️#SAvSL | #T20WorldCup | #TurnItUphttps://t.co/Q7B1smEqq1
આ પણ વાંચો:મહિલા T20 વર્લ્ડ કપનો આવતીકાલથી પ્રારંભ, ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે
ચમરી અટાપટ્ટુને પ્લેયર ઓફ ધ મેચ: દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમના ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાને 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પોતાના ટાર્ગેટને પૂરો કરવા માટે યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ 126 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને આ સ્કોર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માત્ર 3 રનથી ચૂકી ગયું અને હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકન ટીમના કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ઝડપી બેટિંગ કરતા ફિફ્ટી બનાવી હતી, જેના માટે ચમારીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
-
There is little doubt as to the star of the opening game!
— ICC (@ICC) February 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The @aramco Player of the Match is Sri Lanka skipper Chamari Athapaththu 🙌#SAvSL | #T20WorldCup | #POTM pic.twitter.com/v1ayTkAB5u
">There is little doubt as to the star of the opening game!
— ICC (@ICC) February 10, 2023
The @aramco Player of the Match is Sri Lanka skipper Chamari Athapaththu 🙌#SAvSL | #T20WorldCup | #POTM pic.twitter.com/v1ayTkAB5uThere is little doubt as to the star of the opening game!
— ICC (@ICC) February 10, 2023
The @aramco Player of the Match is Sri Lanka skipper Chamari Athapaththu 🙌#SAvSL | #T20WorldCup | #POTM pic.twitter.com/v1ayTkAB5u
આ પણ વાંચો:IND VS AUS : રોહિતના નામે નોંધાયો રેકોર્ડ, T20, ODI અને ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
દક્ષિણ આફ્રિકાનો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય: મહિલા ટી20 વર્લ્ડ કપમાં આ પહેલીવાર નથી જ્યારે યજમાન ટીમને હારથી શરૂઆત કરવી પડી હોય. આ પહેલા પણ 2 વર્લ્ડ કપમાં યજમાન ટીમ ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ હારી ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 2020માં અને ન્યૂઝીલેન્ડને 2023માં ટૂર્નામેન્ટની શરૂઆત હાર સાથે કરવી પડી હતી. આ મેચની શરૂઆત પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમના કેપ્ટન અટાપટ્ટુ અને વિશ્મી ગુણારત્નેએ 86 રનની ભાગીદારી ઈનિંગ્સ રમી હતી. અટાપટ્ટુએ 50 બોલમાં 12 ચોગ્ગા સાથે 68 રનની તોફાની ઇનિંગ રમી હતી. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. આ સાથે ગુણરત્નેએ 35 રન બનાવ્યા અને બોલર સૌંદર્યા કુમારીએ આખી મેચમાં 4 ઓવરમાં 2/28 રન લીધા.