ETV Bharat / sports

Shreyas Iyer dance Video: ટમ ટમ ગીત પર શ્રેયસના સ્ટેપ જોઈને મોજ પડી જશે, જુઓ વીડિયો - श्रेयस अय्यर तमिल सॉन्ग टम टम

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ ઐયર આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આ ખેલાડીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની બહેન સાથે તમિલ સોંગ પર ડાંન્સ કરતો જોવા મળી રહ્યો છે.

Shreyas Iyer dance Video: ટમ ટમ ગીત પર શ્રેયસના સ્ટેપ જોઈને મોજ પડી જશે, જુઓ વીડિયો

author img

By

Published : Feb 26, 2023, 10:03 AM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરના ઘણા બધા ફોટો અને વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયા પર શેર થતા હોય છે. કેટલાક ફોટો વાયરલ થતા હોય છે તો કેટલાક વીડિયો ટ્રેન્ડી બને છે કે, સમગ્ર સ્પોર્ટ્સ જગતમાં એની ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં બેટ્સમેન શ્રેયસ ઐયર પ્રથમ ક્રમે છે. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો અપલોડ કરતો રહે છે.

આ પણ વાંચોઃ Virat Kohli Video: કોહલીએ ધોનીને ગણાવ્યા બેસ્ટ ફ્રેન્ડ, કહ્યું- ખરાબ સમયમાં સાથ આપ્યો

ફેન્સ ખુશખશાલઃ તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં શ્રેયસે મસ્ત વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એનો આવો શ્રેષ્ઠ અંદાજ એના ચાહકોને આકર્ષિત કરી રહ્યો છે. નવા વીડિયોમાં તે તમિલ સોંગ ટમ ટમ પર સ્ટેપ કરી રહ્યો છે. આ ગીત પર હજારો-લાખોની સંખ્યામાં રીલ્સ બનેલી છે. જેમાં લોકો જુદા જુદા સ્ટેપ કરીને ડાન્સ કરી રહ્યા છે. ટમ ટમ વાયરલ સોંગનો રંગ ખેલાડી શ્રેયસને પણ લાગ્યો છે. શ્રેયસનો આ વીડિયો બાસ્કેટ બોલ કોર્ટમાંથી સામે આવ્યો છે. આ વીડિયોમાં શ્રેયસે બ્લેક ટી-શર્ટ પહેર્યું છે. જ્યારે શ્રેષ્ઠા યંલો એન્ડ બ્રાઉન આઉટફીટમાં જોવા મળી છે.

4 લાખ લાઈકઃ આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. આ વીડિયો શનિવારે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ શેર કરાયો હતો. પછી શ્રેયસને ટેગ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક સરસ કેપ્શન પોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, બેસ્ટ ટ્રેન્ડ સાથે બેસ્ટ ડાન્સ. આ પહેલા શ્રેયસે રક્ષાબંધનના દિવસે પોતાની સિસ્ટર સાથે એક ફની વીડિયો શેર કર્યો હતો. જેમાં બન્ને ખૂબ મસ્તી મજાક કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Shardul Thakur marriage: બહુ જલ્દી લગ્નના બંધનમાં જોડાશે શાર્દુલ ઠાકુર, જાણો ડિટેલ્સ

શિખર સાથે શેરિંગઃ આ સિવાય શ્રેયસે બેટ્સમેન શિખર ધવન સાથે પણ એક વીડિયો શેર કર્યો હતો. એ પણ ખૂબ વાયરલ થયો હતો. શ્રેયસ મોટાભાગે વીડિયો પોસ્ટ કરવાનું વધારે પસંદ કરે છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચ વખતે તે ઈજાગ્રસ્ત થવાને કારણે પ્રથમ મેચ રમી શક્યો ન હતો. પણ પછીથી ફિટ થતા બીજી ટેસ્ટથી તેમે જોરદાર કમબેક કર્યું હતું. પણ તે પીચ પર ખાસ કોઈ રન બનાવી શક્યો નથી. હવે ઈન્દૌરમાં રમાનારી મેચમાં તે કેવું પર્ફોમ કરે છે એ જોવાનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.