ETV Bharat / sports

Sachin Tendulkar in Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે સચીન તેંડુલકર, કયો છે કાર્યક્રમ જૂઓ

ભારતની અંડર19 મહિલા ટીમનો T20 વર્લ્ડ કપ જીતનો જશ્ન (Honoring U19 Women Team Women Players)અમદાવાદમાં પણ મનાવાશે. મહિલા ખેલાડીઓનું સન્માન આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium માં કરવામાં આવનાર છે. ત્યારે આ સિદ્ધિને બિરદાવવા માટે ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર (Sachin Tendulkar in Ahmedabad )પણ હાજર રહેશે.

Sachin Tendulkar in Ahmedabad  : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે સચીન તેંડુલકર, કયો છે કાર્યક્રમ જૂઓ
Sachin Tendulkar in Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે સચીન તેંડુલકર, કયો છે કાર્યક્રમ જૂઓ
author img

By

Published : Jan 31, 2023, 9:16 PM IST

અમદાવાદ : આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહી છે. ભારતની અંડર 19 મહિલા ટીમે તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ જીત્યો છે. જે મહિલાનું સન્માન આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે આ સિદ્ધિને બિરદાવા માટે ભારતના દિગ્ગજ ખેલાડીઓમાંના એક ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર પણ હાજર રહેશે.

અંડર19 T20 વર્લ્ડ કપ જીતની ખુશી : દરેક ક્ષેત્રે હવે મહિલાઓ ધીમે ધીમે પોતાનું યોગદાન પુરુષોની બરાબરી આપતી જોવા મળી રહી છે તેમાં રમત જગત પણ બાકાત નથી. રમત જગત ક્ષેત્રમાં પણ મહિલાઓ પોતાનું યોગદાન આપી દેશનું નામ રોશન કરી રહી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકા રમવામાં આવેલ અંડર19 T20 વર્લ્ડ કપમાં પણ ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને અંડર19 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જેના સંદર્ભમાં બીસીસીઆઈ દ્વારા 5 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો India vs New Zealand 3rd T20I : આવું છે અમદાવાદનું હવામાન, હાઈ સ્કોરિંગ મેચની છે શક્યતા

મહિલા ક્રિકેટરોનું સન્માન : ભારતની અંડર19 મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં જ સાઉદ આફ્રિકા T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. આવતીકાલે અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી 20 શ્રેણીની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. ત્યારે BCCIના સેક્રેટરી જય શાહ અને BCCI હોદ્દેદારો તેમજ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની હાજરીમાં આ તમામ મહિલા ક્રિકેટરનું સન્માન કરવામાં આવશે.

  • It is with great delight I share that Bharat Ratna Shri @sachin_rt and @BCCI Office Bearers will felicitate the victorious India U19 team on Feb 1st in Narendra Modi Stadium at 6:30 PM IST. The young cricketers have made India proud and we will honour their achievements.

    — Jay Shah (@JayShah) January 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સચીન તેંડુલકર આવશે અમદાવાદ : ક્રિકેટની અંદર પોતાનું અલગ જ સ્થાન મેળવનાર અને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખનાર સચિન તેંડુલકર પણ આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અંતિમ T20 મેચમાં અમદાવાદ આવશે. જેમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમની તાજેતરમાં જીતેલા T20 વર્લ્ડ કપ ટીમનું પણ અભિનંદન તેમજ સન્માન કરશે.

આ પણ વાંચો Narendra Modi Stadium : ફાઇવ સ્ટાર હોટેલથી કમ નથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

5 કરોડના ઇનામની જાહેરાત : સાઉથ આફ્રિકામાં યોજાયેલ અન્ડર નાઇટ 20 વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. જેના સંદર્ભમાં BCCIના સેક્રેટરી જય શાહે પણ વિજેતા થયેલ ટીમ તેમજ સપોર્ટ સ્ટાફ માટે 5 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. સાથે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ T20 માટે અમદાવાદ આવવા આમંત્રણ પણ પાઠવ્યુ હતું.

આવતીકાલે અંતિમ T20 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી 20 મેચની શ્રેણી અંતિમ મેચ આવતીકાલે વિશ્વનો સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાશે. આ સિરીઝ બંને ટીમ એક એક મેચ જીતી જીતી છે. આ અંતિમ T20 મેચમાં ખૂબ રોમાંચક જોવા મળશે. વનડે શ્રેણીમાં પણ ભારતે ન્યૂઝીલેન્ડને 30 થી હરાવીને વ્હાઇટ વોશ કર્યું હતું. ત્યારે ન્યૂઝીલેન્ડ પણ તેનો બદલો લેવા માટે આવતીકાલની મેચમાં પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.જ્યારે ભારત પણ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.