ભુવનેશ્વર : સંતોષ ટ્રોફીની 76મી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની સેમી ફાઈનલ અને ફાઈનલ પ્રથમ વખત વિદેશમાં યોજાશે. બંને મેચ 1 થી 4 માર્ચ 2023 દરમિયાન રિયાધમાં રમાશે. સાઉદી અરેબિયામાં ગુરુવારે તેની જાહેરાત કરવામાં આવી હતી. AIFFના જનરલ સેક્રેટરી ડૉ. શાજી પ્રભાકરન સાથે AIFF એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અવિજિત પૉલ અને ઓડિશા ફૂટબોલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરીએ સંતોષ ટ્રોફીની શરૂઆતની પૂર્વ સંધ્યાએ આ માહિતી આપી હતી.
કિંગ ફહદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ : ડૉ. પ્રભાકરે મીડિયાને જણાવ્યું હતું કે, AIFF અને સાઉદી અરેબિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) વચ્ચે એક દિવસ પહેલાની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પ્રતિષ્ઠિત કિંગ ફહદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સંતોષ ટ્રોફી સેમિફાઇનલ અને ફાઇનલની યજમાની કરશે. આ મેચોનો સમય હવે પછી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : IND VS AUS : રોહિતના નામે નોંધાયો રેકોર્ડ, T20, ODI અને ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
સંતોષ ટ્રોફી : ડૉ. પ્રભાકરે કહ્યુંત કે, 'ભારતીય ફૂટબોલ માટે આ એક શાનદાર ક્ષણ છે, કારણ કે 4 સેમી ફાઇનલિસ્ટ સાઉદી અરેબિયામાં સંતોષ ટ્રોફી ટાઇટલ માટે સ્પર્ધા કરશે. સંતોષ ટ્રોફીને આગલા સ્તર પર લઈ જવાના આ વિઝનને હાંસલ કરવામાં અમારી મદદ કરવા માટે હું SAFFને તેમની તમામ મદદ અને સમર્થન માટે આભાર માનું છું.
આ પણ વાંચો : IND VS AUS: ભારતની 246 રનમાં 7 વિકેટ પડી, રોહિત શર્માની સદી
ડિફેન્ડિંગ ચેમ્પિયન : તેણે કહ્યું, 'હું સંતોષ ટ્રોફીના અંતિમ રાઉન્ડમાં 12 ટીમોની યજમાનીમાં અમને સમર્થન કરવા બદલ ઓડિશા સરકારનો પણ આભાર માનું છું. એઆઈએફએફના જનરલ સેક્રેટરીએ કહ્યું કે, તે શુક્રવારથી ભુવનેશ્વરમાં શરૂ થઈ રહેલા અંતિમ રાઉન્ડને વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનાવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કેરળ આજે અંતિમ રાઉન્ડમાં શરૂ થનારી પ્રથમ મેચમાં કેપિટલ ફૂટબોલ એરેનામાં ગોવા સામે ટકરાશે.