ETV Bharat / sports

Rishabh Pant : ઋષભ પંતે રિકવરીનો વીડિયો કર્યો શેર, રાહુલ અને રૈનાએ પાઠવી શુભેચ્છા - विकेट कीपर बल्लेबाज ऋषभ पंत

ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હવે કાર અકસ્માત બાદ પોતાની ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. ઋષભ પંતને રમતના મેદાનમાં આવવામાં કેટલો સમય લાગશે..તમે આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકો છો...

Etv BharatRishabh Pant
Etv BharatRishabh Pant
author img

By

Published : Jul 21, 2023, 1:04 PM IST

નવી દિલ્હીઃ વર્ષ 2022ના અંતમાં ઋષભ પંતને ભયંકર કાર અકસ્માત નડ્યો થયો. આ અકસ્માતમાં તેના શરીર પર ઈજા થઈ હતી. હવે પંત ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે અને જલદીથી જલદી મેદાન પર પરત ફરવા માટે તેના તરફથી સખત મહેનત કરી રહ્યો છે. પંતનો હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે ચાલવાની સાથે સાથે તે પોતાની ફિટનેસ માટે સખત કસરત પણ કરતો જોવા મળે છે. જેને જોઈને લાગે છે કે તે જલ્દી જ ફિટ થઈ જશે.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો: ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરવા ઋષભ પંતે અગાઉ પણ તેનો એક વીડિયો શેર કર્યો હતો અને તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેની રિકવરી ઝડપથી થઈ રહી છે, પરંતુ પછી ગુરુવારે, 20 જુલાઈએ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના જિમ સેશનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વેઈટલિફ્ટીંગ કરતો જોવા મળે છે.

વીડિયો શેર કરતા રિષભ પંતે લખ્યું કે તમે જે કામ કરો છો તે તમને મળે છે. માત્ર ઈચ્છા કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી.

ટીમ ઈન્ડિયામાં વાપસી ક્યારે?: ઋષભ પંત ભારતમાં આયોજિત થનારી આગામી ODI વર્લ્ડ કપ 2023ની ટીમમાં સામેલ થવા માંગતો હતો. પરંતુ તે ક્યારે ટીમ સાથે જોડાઈ શકશે તે બધું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંત હજુ થોડા મહિના ટીમની બહાર રહી શકે છે. તેની રિકવરી જોઈને લાગે છે કે રિષભ પંત આ વર્ષે ડિસેમ્બર પછી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે.

KL રાહુલ અને સુરેશ રૈનાએ ફિટ થવાની શુભેચ્છા પાઠવી: ઋષભ પંત દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર ટિપ્પણી કરતા ભારતીય ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુલ તેમજ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ તેને જલ્દીથી જલ્દી ફિટ થવાની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો:

  1. Ashes 2023: સ્ટુઅર્ટ બ્રોડની ટેસ્ટમાં ઐતિહાસિક સિદ્ધિ, 600 વિકેટ લેનારો બીજો ઝડપી બોલર બન્યો
  2. Virat Kohli : કિંગ કોહલી આજે રમશે 500 મી આંતરરાષ્ટ્રીય મેચ, BCCIએ અભિનંદન પાઠવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.