નવી દિલ્હીઃ રવીન્દ્ર જાડેજાને પગમાં ઈજા થવાને કારણે રેસ્ટ (Ravindra Jadeja Resume to play) આપવામાં આવ્યો હતો. જેમાં હવે એક મોટી અપડેટ સામે આવી રહી છે. જાડેજાને રણજી ટ્રોફીમાં રમવા માટેની મંજૂરી મળી ગઈ છે. બોર્ડે આ માટે એને ફીટ જાહેર કરી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી પોતાની ઈન્જરીને કારણે તે મેદાનમાં આવતો ન હતો. હવે બોર્ડે પરમિશન આપી દેતા તે કમબેક કરવા માટે તૈયાર છે. ઈન્જરીને કારણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી એશિયા કપ ટુર્નામેન્ટ છોડવી પડી હતી. હાલ તે બેંગ્લુરૂમાં આવેલી ક્રિકેટ એકેડેમીમાં છે. તારીખ 9ના રોજ તે નાગપુરમાં રમાનારી ટેસ્ટ માટે જશે.
આ પણ વાંચોઃ Sourav Ganguly On Rishabh Pant :દિલ્હી કેપિટલ્સને પંતની ખોટ રહેશે
રણજી ટ્રોફીઃ આ ટ્રોફીની બીજી ટેસ્ટમેચ દિલ્હી અને અંતિમ ટેસ્ટમેચ ધર્મશાળામાં તથા અમદાવાદમાં રમાશે. સિલેક્ટર્સે જાડેજાની એ શરત સાથે પસંદગી કરી છે કે, એને એકેડેમી તરફથી સંપૂર્ણપણે ફીટ જાહેર કરાયો છે. જાડેજાએ બોલિંગ અને બેટિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પણ આંતરરાષ્ટ્રીય મેચમાં રમતા પહેલા તેણે પોતાનો ફિટનેસ ટેસ્ટ દેવો પડશે. ગત વર્ષે જુલાઈ મહિનામાં તેમે એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. જે ઈંગ્લેન્ડ સામે હતી. નેસનલ ક્રિકેટ એકેડમી અને ભારતીય ટીમ મેનેજમેન્ટે જાડેજાને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં ભાગ લેતા પહેલ રણજી ટ્રોફીમાં રમવા માટેની મંજૂરી આપી.
આ પણ વાંચોઃ Ranji Trophy: પૃથ્વી શૉએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો, ટ્રિપલ સદી ફટકારી
પંત નથીઃ હાલ ઋષભ પંત સંપૂર્ણપણે રેસ્ટ લઈ રહ્યો છે. એની ગેરહાજરીમાં જાડેજા બેસ્ટ પુરવાર થઈ શકે. ટીમમાં જાડેજા અને અશ્વિન મુખ્ય સ્પીનર્સ છે. જે પાંચમા અને છઠ્ઠા ક્રમે ઊતરે તો મજબુતી સાથે પર્ફોમ કરી શકે. જાડેજાએ વર્ષ 2016-17માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર પર્ફોમ કર્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાસ્ત કર્યું હતું. ધર્મશાળામાં રમેલી અંતિમ ટેસ્ટમેચમાં જાડેજાએ 63 રન કરેલા છે. જો બોલિંગની વાત કરવામાં આવે તો ચાર મહત્ત્વની વિકેટ પણ ખેરવી હતી.
આ પણ વાંચોઃ સિંધુએ મારો જુસ્સો વધાર્યો અને મારી આંખમાંથી આંસુ સરી પડ્યા: સિલ્વર મેડાલીસ્ટ તાઈ જુ
રેસમાં આગળઃ આ સીરિઝમાં જાડેજાએ કુલ વિકેટનો આંક 25 સુધી પહોંચાડી દીધો હતો. 127 રન બનાવીને તે પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે જાહેર કરાયો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં જાડેજાનું નામ સૌથી આગળ છે. જોકે, આ સીરિઝમાં પણ તે કોઈ મોટો રેકોર્ડ બનાવી શકે છે. જાડેજાના કરિયરની શરૂઆતમાં પણ રણજી ટ્રોફીનો મોટો ફાળો રહ્યો છે.