- સુલક્ષણા નાઇક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિનો નિર્ણય
- રાહુલ દ્રવિડ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝથી સંભાળશે કારભાર
- રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત
મુંબઈ: પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રવિ શાસ્ત્રી (Ravi Shastri)નું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) પછી સમાપ્ત થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું છે કે, સુલક્ષણા નાઇક અને આરપી સિંહની ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારના સર્વસંમતિથી રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયા (સીનિયર પુરુષ)ના મુખ્ય કોચ નિયુક્ત કર્યા છે.
ન્યુઝીલેન્ડ સામેની સિરીઝથી કાર્યભાર સંભાળશે
પૂર્વ ભારતીય કેપ્ટન દ્રવિડ ન્યુઝીલેન્ડની વિરુદ્ધ આગામી ઘરેલૂ સિરીઝથી હેડ કોચનો કારભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે BCCIએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ પદ માટે 26 ઑક્ટોબરના અરજીઓ મંગાવી હતી.
શાસ્ત્રીના કાર્યકાળમાં ભારતે કર્યું શાનદાર પ્રદર્શન
BCCIએ વર્તમાન હેડકોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ બી. અરુણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડને સફળ કાર્યકાળ માટે અભિનંદન આપ્યા. શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ઘર અને બહાર બંને જગ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત ટેસ્ટમાં ટોચના સ્થાને પહોંચ્યું હતું અને પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં પહોંચ્યું હતું.
આ પણ વાંચો: T20 WC : ભારતે અફઘાનિસ્તાન જીત માટે 211 નો ટાર્ગેટ આપ્યો...
આ પણ વાંચો: ફ્રેબ્રુઆરીમાં ફિલ્ડ પર પાછાં ફરવાનો યુવરાજ સિંહે આપ્યો સંકેત