ETV Bharat / sports

IND vs ENG Test : પંત અને જાડેજાના નામે રહ્યો મેચનો પ્રથમ દિવસ - રિષભ પંત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5મી ટેસ્ટ મેચમાં (IND vs ENG Test) રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરીને ટીમને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની મોટી ભાગીદારી કરી હતી. પંતે 89 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે ભારતીય વિકેટકીપર તરીકે ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. રિષભ પંતે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી.

IND vs ENG Test : પંત અને જાડેજાના નામે રહ્યો મેચનો પ્રથમ દિવસ

author img

By

Published : Jul 2, 2022, 10:10 AM IST

Updated : Jul 2, 2022, 11:42 AM IST

બર્મિંગહામઃ ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG Test) વચ્ચે રમાઈ રહેલી 5મી ટેસ્ટનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા. રિષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 146 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા 83 રને અણનમ છે. ઈંગ્લેન્ડ સામેની બર્મિંગહામ ટેસ્ટ મેચના પહેલા દિવસે રિષભ પંતે પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી સદી ફટકારી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 200થી વધુ રનની ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 3 અને મેથ્યુ પોટ્સે 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: મને ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું દબાણ લાગ્યું જ નથી: ડાયમંડ લીગના પ્રદર્શન પર નીરજ ચોપરા

રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરી : રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરીને ટીમને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની મોટી ભાગીદારી કરી હતી. પંતે 89 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે ભારતીય વિકેટકીપર તરીકે ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. રિષભ પંતે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજા 163 બોલમાં 83 રન રમી રહ્યો છે.

કોહલીએ 11 રન બનાવ્યા : મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લિશ બોલરોએ તેનો નિર્ણય સાચો સાબિત કર્યો હતો. ઓપનર બેટ્સમેન શુભમન ગિલ 17 અને ચેતેશ્વર પુજારા 13 રન બનાવીને જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યા હતા. આ પછી 23 વર્ષીય યુવા ઝડપી બોલર મેથ્યુ પોટ્સે હનુમા વિહારી અને વિરાટ કોહલીની વિકેટ લઈને ભારતીય ટીમને આંચકો આપ્યો હતો. વિહારીએ 20 અને કોહલીએ 11 રન બનાવ્યા હતા. 5માં નંબરે ઉતરેલા શ્રેયસ અય્યરે 11 બોલમાં 15 રન બનાવ્યા અને 3 ફોર ફટકાર્યા, પરંતુ તે પણ પોતાની ઇનિંગ્સને મોટી બનાવી શક્યો ન હતો. તે એન્ડરસનનો ત્રીજો શિકાર બન્યો હતો.

પંતે 19 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા : 222 રનની મોટી ભાગીદારી : 98 રનમાં 5 વિકેટ પડી ગયા બાદ એવું લાગી રહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ઓછી થઈ જશે, પરંતુ 24 વર્ષના રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરીને ટીમને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની મોટી ભાગીદારી કરી હતી. પંતે 89 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે ભારતીય વિકેટકીપર તરીકે ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. પંત 111 બોલમાં 146 રન બનાવીને ઓફ સ્પિનર ​​જો રૂટનો શિકાર બન્યો હતો. તેણે 19 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે માત્ર બાઉન્ડ્રીથી 100 રન બનાવ્યા.

આ પણ વાંચો: સ્ટોકહોમ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ તોડ્યો નેશનલ રેકોર્ડ, પ્રથમ પ્રયાસે જ 89.94 મીટરનો થ્રો કર્યો

રવિન્દ્ર જાડેજાએ 10 ચોગ્ગા ફટકાર્યા : જો કે શાર્દુલ ઠાકુર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે 12 બોલમાં એક રન બનાવીને બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો. રવિન્દ્ર જાડેજા 163 બોલમાં 83 રન રમી રહ્યો છે. 10 ચોગ્ગા ફટકાર્યા છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 4.63ના રન રેટથી રન બનાવ્યા છે. આ દર્શાવે છે કે, ટીમે કેટલી આક્રમક બેટિંગ કરી છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. આવી સ્થિતિમાં તેમને સિરીઝ જીતવા માટે માત્ર ડ્રોની જરૂર છે. જસપ્રીત બુમરાહ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

Last Updated : Jul 2, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.