ETV Bharat / sports

ICC World Cup 2023 : જો પાકિસ્તાન ICC વર્લ્ડ કપ 2023માં ભાગ લેવાનો ઈનકાર કરે તો શું થાય

ICCની નીતિના કારણે પાકિસ્તાન સરકાર અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન પાકિસ્તાનને ભારતમાં યોજાનાર ICC વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા માટે તેમની ટીમ મોકલવાની ફરજ પડશે. જો પાકિસ્તાન સરકાર ભારતમાં યોજાનારી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પોતાની ટીમ નહીં મોકલે તો શું થાય આવો જાણીએ.

Etv BharatICC World Cup 2023
Etv BharatICC World Cup 2023
author img

By

Published : Jul 11, 2023, 2:51 PM IST

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધોની અસર 2023માં યોજાનારી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પર પણ જોવા મળી રહી છે. એટલા માટે ICC આ મામલાને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ 2023માં રમવા માટે તેની ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાને શ્રીલંકામાં ભારતની તમામ મેચો યોજવા માટે સંમત થવું પડ્યું હતું. આ જ વાત હવે પાકિસ્તાનને પણ પરેશાન કરી રહી છે અને તે પણ રાજકીય કારણોસર પોતાની ટીમને ભારત મોકલવા માંગતું નથી, પરંતુ આમ કરવાથી પાકિસ્તાની ટીમને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. એટલા માટે પાકિસ્તાનમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેની સરકારને મનાવવાનો પૂરો પ્રયાસ કરશે.

પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ ના લે તો?: પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલી નિવેદનબાજીને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે કે જો પાકિસ્તાન આવું પગલું ભરે છે તો તેને શું નુકસાન થઈ શકે છે. જો પાકિસ્તાન સરકાર ભારતમાં યોજાનારી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પોતાની ટીમ નહીં મોકલે તો પાકિસ્તાનમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કેવી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પાકિસ્તાન આ મામલે ચોથા નંબર પર છે: પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ ICC પાસેથી ફંડના રૂપમાં ઘણી કમાણી કરે છે. સૌથી વધુ વાર્ષિક આવક મેળવવાના મામલે પાકિસ્તાન ચોથા ક્રમે આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ICC આગામી 4 વર્ષમાં 2024-27 ભારતને સૌથી વધુ 38.50 ટકા આવક આપવાનું નક્કી કર્યું છે, તો પાકિસ્તાન આ મામલે ચોથા નંબર પર છે. તેને કુલ 5.75 ટકા આવક મળશે. તે મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ભારતને અંદાજે રુપિયૈ 1,908.753 કરોડ આપશે, જ્યારે પાકિસ્તાનને રૂપિયા 285 કરોડ મળશે. જો પાકિસ્તાન ICCની ઈવેન્ટમાંથી પોતાની ટીમને પાછી ખેંચી લેવાનો નિર્ણય કરે છે તો, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેને મળનારી વાર્ષિક આવકને રોકી શકે છે.

પાક પર પ્રતિબંધ લાગી શકે છે: પાકિસ્તાને ક્રિકેટના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ બદલવી પડશે. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ આ વાતને સારી રીતે સમજી રહ્યું છે કે, જો પાકિસ્તાન સરકાર ભારતમાં યોજાનારા વર્લ્ડકપ 2023 માટે ટીમ નહીં મોકલે તો પાકિસ્તાની ટીમ પર કેટલાક વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. આ કારણે પાકિસ્તાનમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેની ટીમને વધુ અન્ય ICC સ્પર્ધાઓમાં મોકલી શકશે નહીં.

આ પણ વાંચો:

  1. West Indies Vs India : ભારત સામે રમાનાર પ્રથમ ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની ઘોષણા, જાણો કોને મળ્યો મોકો
  2. India VS Pakistan : આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન, જાણો ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.