ETV Bharat / sports

Asia Cup 2023: એશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રને હરાવ્યું, બાબરે આફ્રિકાના અમલા અને કોહલીનો રેકોર્ડ તોડ્યો - पाकिस्तान बनाम नेपाल

એશિયા કપ-2023ની પ્રથમ મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનથી હરાવ્યું છે. પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પાકિસ્તાને શાનદાર બેટિંગ કરીને નેપાળને 343 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આ લક્ષ્યનો પીછો કરતી વખતે નેપાળ 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

Etv BharatAsia Cup 2023
Etv BharatAsia Cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 11:13 AM IST

મુલતાન: બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદની સદી અને બંને વચ્ચેની 5મી વિકેટમાં 131 બોલમાં 214 રનની વિક્રમી ભાગીદારીની મદદથી પાકિસ્તાને બુધવારે અહીં એશિયા કપ ODI ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં નેપાળને 238 રનથી હરાવ્યું હતું. આ ગ્રુપ A મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નેપાળનો દાવ 23.4 ઓવરમાં 104 રનમાં સમેટી લીધો હતો અને 6 વિકેટે 342 રન બનાવ્યા હતા.

5મી વિકેટ માટે 214 રનની ભાગીદારી: બાબરે તેની 131 બોલની ઇનિંગમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 151 રન બનાવ્યા હતા જ્યારે ઇફ્તિખારે 71 બોલમાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 5મી વિકેટ માટે 214 રનની ભાગીદારી પાકિસ્તાન માટે નવો રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ યુનિસ ખાન અને ઉમર અકમલ (176 રન)ના નામે હતો.

નેપાળનો ધબડકોઃ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાળે પ્રથમ 2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શાહીન શાહ આફ્રિદીએ કુશલ ભુર્તેલ અને કેપ્ટન રોહિત પૌડેલને શરૂઆતની ઓવરમાં સતત બોલ પર આઉટ કર્યા હતા. નેપાળની ટીમે 31 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. નેપાળનો દાવ 23.4 ઓવરમાં 104 રનમાં સમેટાઈ ગયો હતો. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને 4 જ્યારે શાહીન અને રઉફે 2-2 વિકેટ લીધી હતી. નસીમ અને મોહમ્મદ નવાઝને 1-1 સફળતા મળી હતી.

હસીમ અમલા અને વિરાટ કોહલીથી આગળઃ ઇફ્તિખારની આ પ્રથમ વનડે સદી છે, જ્યારે બાબર સૌથી ઓછી ઇનિંગ્સમાં 19 સદી પૂરી કરનાર બેટ્સમેન બન્યો હતો. બાબરે તેની 19મી સદી સુધી પહોંચવા માટે 104 મેચ અને 102 ઇનિંગ્સ રમી હતી. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના હસીમ અમલાના નામે હતો જેણે 104 ઈનિંગમાં આ માઈલસ્ટોન પૂરો કર્યો હતો. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી હવે આ યાદીમાં ત્રીજા સ્થાને સરકી ગયો છે. કોહલીએ 124 ઇનિંગ્સમાં તેની 19મી ODI સદી ફટકારી હતી.

આ પણ વાંચોઃ

  1. Asia Cup 2023: એશિયા કપ 2023 ઘણી રીતે ખાસ રહેશે, જાણો આ ટૂર્નામેન્ટના ઈતિહાસ વિશે
  2. Rohit Sharma Record: એશિયા કપમાં રોહિત શર્માનો ગજબ રેકોર્ડ, ધોની અને કોહલી પણ ના કરી શકયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.