નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે ટીમોને બે પ્રેક્ટિસ મેચ રમવાની તક આપવામાં આવશે. તમામ વોર્મ-અપ મેચો IST બપોરે 2:00 વાગ્યે શરૂ થશે અને આ મેચો દરમિયાન તમામ ટીમોને તેમના 15-ખેલાડીઓને મેદાનમાં ઉતારવાની મંજૂરી આપવામાં આવશે.
2 મેચ રમવાની તક મળશેઃ 5 ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપની શરૂઆત પહેલા તમામ ટીમોને એક સપ્તાહ સુધી પ્રેક્ટિસ મેચ રમીને અહીંના વાતાવરણની આદત પાડવાની તક આપવામાં આવશે. આ દરમિયાન 10 ટીમોને 50-50 ઓવરની 2 મેચ રમવાની તક મળશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ પ્રેક્ટિસ મેચો દેશના ત્રણ અલગ-અલગ શહેરોમાં આયોજિત કરવામાં આવશે.
ત્રણ શહેરોમાં રમાશેઃ બોર્ડ તરફથી મળેલી માહિતી અનુસાર, 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગુવાહાટી, હૈદરાબાદ અને તિરુવનંતપુરમમાં પ્રેક્ટિસ મેચનું આયોજન કરવામાં આવશે, જેથી અહીં રમવા માટે આવનારી ટીમોને વર્લ્ડ કપ દરમિયાન સ્થાનિક પરિસ્થિતિઓમાં એડજસ્ટ થવાની પૂરી તક મળી શકે.
કોણ કોણ ટકરાશેઃ વોર્મ-અપ મેચોના પ્રથમ દિવસે ગુવાહાટીમાં બાંગ્લાદેશ શ્રીલંકા સામે, દક્ષિણ આફ્રિકા તિરુવનંતપુરમમાં અફઘાનિસ્તાન સામે અને ન્યુઝીલેન્ડ હૈદરાબાદમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ સાથે જ ભારત બીજા દિવસે ગુવાહાટીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટકરાશે જ્યારે 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા તે જ દિવસે તિરુવનંતપુરમમાં નેધરલેન્ડ સામે ટકરાશે.
વર્લ્ડ કપ પ્રેક્ટિસ શેડ્યૂલ:
શુક્રવાર 29 સપ્ટેમ્બર
- બાંગ્લાદેશ વિ શ્રીલંકા, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
- દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ
શનિવાર 30 સપ્ટેમ્બર
- ભારત વિ ઈંગ્લેન્ડ, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
- ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
સોમવાર 2 ઓક્ટોબર
- ઇંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
- ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
મંગળવાર 3 ઓક્ટોબર
- અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
- ભારત વિ નેધરલેન્ડ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
- પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ
આ પણ વાંચોઃ