- ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- હુમલાની ધમકી હોવા છતાં આ મેચ રદ કરવામાં આવશે નહીં
- સમગ્ર ટીમને હોટલની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું
- હજુ પણ મેચો રદ્દ થવાની સંભાવના છે.
હૈદરાબાદ: ન્યુઝીલેન્ડની મહિલા ટીમ પર બોમ્બ હુમલાની ધમકી હોવા છતાં ઈંગ્લેન્ડ અને કિવિ ટીમ વચ્ચે ત્રીજી વનડે મેચ લિસ્ટરમાં રમાશે. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, હુમલાની ધમકી હોવા છતાં આ મેચ રદ કરવામાં આવશે નહીં. અગાઉ પણ ઈંગ્લેન્ડની પુરુષ ટીમે સુરક્ષા કારણોસર પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. આ નિર્ણય બાદ ઇંગ્લેન્ડમાં હાજર ન્યુઝીલેન્ડની મહિલા ટીમ પર હુમલાની ધમકીના સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો :ICCએ મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમની મિતાલી રાજ પ્રથમ સ્થાને
ત્રીજી વનડે શેડ્યૂલ મુજબ રમાશે
જો કે, આ ધમકી મળવા છતાં, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે શેડ્યૂલ મુજબ રમાશે. મેચ પહેલા ન્યૂઝીલેન્ડનું તાલીમ સત્ર રદ કરવામાં આવ્યું હતું. સમગ્ર ટીમને હોટલની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તેમની તપાસમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તમામ અધિકારીઓ સુરક્ષાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. તેઓ આ હુમલાની ધમકીને વિશ્વસનીય માની રહ્યા નથી. જોકે, હજુ પણ મેચો રદ્દ થવાની સંભાવના છે.
આ પણ વાંચો :એક હાથમાં ચા, બીજામાં રોટલી સાથે નીરજ ચોપરાએ જણાવી ટેન્શન ભગાડવાની રીત
ન્યુઝીલેન્ડની ટીમ પણ મેચ રમ્યા વગર પાકિસ્તાનથી પરત ફરી હતી
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ કોઈ પણ મેચ રમ્યા વગર પાકિસ્તાનથી પરત ફરી ગઈ હતી. તેમને કિવી ટીમ પર હુમલાની ધમકી મળી હતી. ન્યુઝીલેન્ડના આ નિર્ણય બાદ ઈંગ્લેન્ડે તેની પુરુષ અને મહિલા ટીમોનો પાકિસ્તાન પ્રવાસ પણ રદ કર્યો હતો. આ સમયે આ બંને દેશો સામે પાકિસ્તાનમાં ભારે રોષ છે.