- ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો
- મેચ શરૂ થાય એ પહેલા જ લીધો નિર્ણય
- સુરક્ષા કારણોને ધ્યાને રાખીને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બૉર્ડે લીધો નિર્ણય
રાવલપિંડી: 5 મેચોની ટી-20 સિરીઝ માટે લાહોર જતા પહેલા ન્યુઝીલેન્ડે પહેલા 3 વનડે મેચો રમવાની હતી. પહેલી મેચ રાવલપિંડીમાં રમાવાની હતી. ન્યુઝીલેન્ડે 2003 બાદ પાકિસ્તાનની ધરતી પર પહેલી મેચ રમવાની હતી.
પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડને મોટો ઝાટકો
ન્યુઝીલેન્ડ ક્રિકેટેના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઇટે કહ્યું કે, તેમને સૂચન મળી રહ્યું હતું તેને જોતા પ્રવાસ ચાલું રાખવો સંભવ નહોતો. તેમણે આગળ કહ્યું કે, હું સમજું છું કે આ પીસીબી માટે એક ઝાટકો હશે, જે શાનદાર યજમાન રહ્યું છે, પરંતુ ખેલાડીઓની સુરક્ષા સર્વોપરિ છે અને અમારું માનવું છે કે આ એકમાત્ર જવાબદાર વિકલ્પ છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે કહ્યું કે, હવે ખેલાડીઓને પાછા લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સુરક્ષા ખતરાને ધ્યાને રાખતા રદ્દ કર્યો પ્રવાસ
ન્યુઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ હીથ મિલ્સે વ્હાઇટની ભાવનાઓને વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, અમે આ સંપૂર્ણ પ્રક્રિયામાં રહ્યા છીએ અને આ નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરી રહ્યા છીએ. ખેલાડી સારા હાથોમાં છે, તેઓ સુરક્ષિત છે અને દરેક જણ પોતાના સર્વોત્તમ હિતમાં કામ કરી રહ્યું છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે કહ્યું કે, તેઓ ન તો સુરક્ષા ખતરા વિશે અને ના તો પાછી જઈ રહેલી ટીમ માટે વ્યવસ્થા પર ટિપ્પણી કરશે.
વધુ વાંચો: IPLનું સુરક્ષિત આયોજન કરવા BCCIએ 100 સભ્યોની મેડીકલ ટીમ બનાવી