ETV Bharat / sports

IPL 2023 : દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો 6 વિકેટે શાનદાર વિજય - IPL 2023

દિલ્હી કેપિટલ્સ ટીમ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની ટી20 રમી હતી. દિલ્હી કેપિટલે 19.4 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 173 રન બનાવીને 6 વિકેટ જીત હાંસલ કરી હતી.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023
author img

By

Published : Apr 11, 2023, 5:11 PM IST

Updated : Apr 11, 2023, 11:41 PM IST

નવી દિલ્હી: TATA IPL 2023ની 16મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાઇ રહી હતી. જેમા મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો અને દિલ્હીને પ્રથમ બેટીંગ આપી હતી. જેમાં DCએ પુરી 20 ઓવરમાં પણ મેદાન પર ટકી નહોતી શકી. મુંબઇને જીતવા માટે DCએ 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે છેલ્લા બોલથી મેચ જીતવા માટે બેટિંગ કરી હતી અને ભારે રસાકસી સાથે 20 ઓવરને અંતે 6 વિકેટથી જીત મેળવી લીધી હતી. અને પોઈન્ટ્સ ટેબલમાં 2 પોઈન્ટ મેળવ્યા હતા અને જીત માટે ખાતું ખોલાવ્યું હતું. સ્ટેડિયમ પર નીતા અંબાણી અને આકાશ અંબાણીની હાજરી સુચક હતી.

DCની બેટીંગ : પ્રથમ બેટીંગ કરતા દિલ્હી કેપિટલ્સે 10 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા(ઓલ આઉટ). જેમાં વોર્નરે 51, પ્રિથ્વી શોએ 15, મનિશ પાંડેએ 26, યશ ધુલે 2, રોવમેનએ 4, લલિત યાદવે 2, અક્ષરએ 54, અભિષેકએ 1, કુલદિપ યાદવે 0, નોર્તજે 5 અને મુસ્તફિઝુરએ 1 રન (અણનમ) બનાવ્યા હતા.

MI બોલીંગ : મુંબઇની ટીમે 10 વિકેટ ઝડપી હતી. જેમાં બેહરેનડોર્ફે 3 ઓવરમાં 3 વિકેટ, અર્શાદ ખાને 1 ઓવરમાં 0 વિકેટ, ગ્રીનએ 3 ઓવરમાં 0 વિકેટ, ઋિતીકે 4 ઓવરમાં 1 વિકેટ, રિલેએ 3.4 ઓવરમાં 2 વિકેટ, ચાવલાએ 4 ઓવરમાં 3 વિકેટ અને તિલક વર્માએ 1 ઓવરમાં 0 વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિતશર્મા(કેપ્ટન) 45 બોલમાં છ ચોક્કા અને 4 સિક્સ મારી 65 રન બનાવ્યા હતા. ઈશાન કિશન(વિકેટકિપર) 26 બોલમાં 6 ચોક્કા સાથે 31 રન માર્યા હતા. તિલક વર્મા 29 બોલમાં એક ચોક્કોઅને 4 સિક્સ મારીને 41 રન બનાવ્યા હતા. સૂર્યાકુમાર યાદવ 1 બોલમાં શૂન્ય રને આઉટથઈ ગયા હતા. ટિમ ડેવિડ 11 બોલમાં 1 સિક્સ સાથે 13 રન(નોટ આઉટ) રહ્યા હતા. અનેકેમરોન ગ્રીન 8 બોલમાં 1 ચોક્કો અને 1 સિક્સ મારી 17 રન બનાવ્યા હતા. 6 રનએકસ્ટ્રા મળ્યા હતા. આમ મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બોલીંગઃ મુકેશ કુમાર2 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મુસ્તાફિઝુર રહેમાન 4 ઓવરમાં 38 રન આપીને 1વિકેટ લીધી હતી. અનરીચ નોર્ટજે 4 ઓવરમાં 35 રન, લલિત યાદવ 4 ઓવરમાં 23 રન, અક્ષર પટેલ4 ઓવરમાં 20 રન અને કુલદીપ યાદવ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા.

પોઈન્ટ્સ ટેબલ (PointsTable) આજની મેચ પૂર્ણ થયા પછી પ્રથમ નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 6પોઈન્ટ, બીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ, ત્રીજા નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ4 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ, પાંચમા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ4 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 2 પોઈન્ટ, મુંબઈઈન્ડિયન્સ 2 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 2 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્યપોઈન્ટ રહ્યા હતા.

આજે બંને ટીમોમાંથી કોઈ એકની જીતનું ખાતું ખોલશે: દિલ્હી 3 મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 2 મેચ રમી છે અને તેને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે બંને ટીમોમાંથી કોઈ એકની જીતનું ખાતું ખોલવામાં આવી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સ 17 વખત જીત્યું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે 15 મેચ જીતી છે.

આ પણ વાંચો: IPL 2023: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ બનાવ્યો શરમજનક રેકોર્ડ

બંને ટીમોના ઓપનર નિષ્ફળ રહ્યા છે: IPL 2023માં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી ચિંતા કદાચ તેમની ઓપનિંગ જોડી છે. બંને ટીમોના ઓપનર નિષ્ફળ રહ્યા છે. દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે 3 મેચમાં 2 અડધી સદી ચોક્કસપણે ફટકારી છે, પરંતુ તેના પાર્ટનર પૃથ્વી શોએ ત્રણ ઇનિંગ્સમાં માત્ર 17 બોલનો સામનો કર્યો છે અને તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે.

મુંબઈની પરેશાની બોલિંગ: મુંબઈની ટીમનો માથાનો દુખાવો તેની બોલિંગ છે. જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં, જોફ્રા આર્ચર પર ખૂબ જ નિર્ભર હતો, પરંતુ તે ઈજાને કારણે તેની પાસેથી જે રીતે અપેક્ષિત હતું તે રીતે યોગદાન આપી શકતો નથી. આર્ચરના રમવા અંગે ટીમ હજુ પણ મૂંઝવણમાં છે. તે જ સમયે, દિલ્હીની ટીમમાં ખલીલ અહેમદ અને મિશેલ માર્શ નહીં હોય. જો ખલીલ સંપૂર્ણ ફિટ ન હોય તો કેપિટલ ચેતન સાકરિયાને તક આપી શકે છે.

આ પણ વાંચો: IPL 2023: KL રાહુલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જીત માટે પુરને સ્ટોઈનિસને ક્રેડિટ આપી

રોહિતનો સંઘર્ષ: મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા આઈપીએલમાં રમાયેલી પોતાની 23 ઈનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આ દરમિયાન તેણે 19.58ની એવરેજ અને 120.20ની સ્ટ્રાઈક રેટથી માત્ર 470 રન બનાવ્યા છે. અક્ષર પટેલે T20 ક્રિકેટમાં રોહિતને નિયંત્રણમાં રાખ્યો છે. રોહિતે અક્ષરના 49 બોલમાં માત્ર 41 રન બનાવ્યા છે અને તે 2 વખત આઉટ પણ થયો છે.

Last Updated : Apr 11, 2023, 11:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.