નવી દિલ્હીઃ હેલિકોપ્ટર શોટ માટે દુનિયાભરમાં પ્રખ્યાત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં વધુ એક ઈતિહાસ રચ્યો છે. માહીએ IPLમાં 200 સિક્સર મારવાનું કારનામું કર્યું છે. ધોની પહેલા ક્રિસ ગેલ, વિરાટ કોહલી, કિરોન પોલાર્ડ અને એબી ડી વિલિયર્સ આઈપીએલમાં 200થી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે.
ગુજરાત જાયન્ટ્સ સામેની મેચમા આ રેકોર્ડ બનાવ્યો: ધોનીએ 31મી માર્ચે ગુજરાત જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં તેની 200મી સિક્સર ફટકારી હતી. માહીએ આ મેચમાં 200.00ના સ્ટ્રાઇક રેટથી 14 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે ઇનિંગ્સમાં 1 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. માહીએ 8મા નંબર પર બેટિંગ કરી અને 7 બોલનો સામનો કર્યો હતો. CSK આ મેચ 5 વિકેટથી હારી ગયું હતું. ટીમ ભલે હારી ગઈ હોય પરંતુ ધોની સિક્સર ફટકારીને 200ની બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો: IPL Today Fixtures : આજે રાજસ્થાનનો મુકાબલો હૈદરાબાદ સામે, જાણો કોનું પલડું છે ભારે
200 સિક્સર મારનાર 5મો ખેલાડી: ધોની સિવાય અન્ય 4 બેટ્સમેનોએ IPLમાં 200 સિક્સર ફટકારી છે. માહી IPLમાં 200 સિક્સર મારનાર 5મો ખેલાડી છે. RCBના ક્રિસ ગેલે IPLમાં 239 સિક્સર ફટકારી છે. તે જ સમયે, એબી ડી વિલિયર્સે આરસીબી તરફથી રમતા 238 છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડે 223 સિક્સ ફટકારી છે. RCBના એકમાત્ર બેટ્સમેન વિરાટ કોહલીએ IPLમાં 218 સિક્સર ફટકારી છે.
આ પણ વાંચો: Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...
ધોનીનું ક્રિકેટ કેરિયર: મહેન્દ્ર સિંહ ધોની સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. તેણે 2011માં ભારતને ODI વર્લ્ડ કપ અને 2007માં T20 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. ધોનીએ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.