બ્રિજટાઉનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી શરૂ થઈ રહેલી 3 વનડે શ્રેણીમાં ભારતનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ નહીં રમે. તે ભારત પરત આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદ સિરાજને ત્રણ મેચની વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવી રહ્યો છે, જેથી તે એશિયા કપ માટે ફિટ થઈ શકે અને નવા ખેલાડીઓને વધુમાં વધુ તક આપીને અજમાવી શકાય.
-
India have rested Mohammad Siraj from the ODI series against West Indies. Siraj flies back home in India. (To ESPNcricinfo) pic.twitter.com/Jldtc8iU7o
— CricketMAN2 (@ImTanujSingh) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">India have rested Mohammad Siraj from the ODI series against West Indies. Siraj flies back home in India. (To ESPNcricinfo) pic.twitter.com/Jldtc8iU7o
— CricketMAN2 (@ImTanujSingh) July 27, 2023India have rested Mohammad Siraj from the ODI series against West Indies. Siraj flies back home in India. (To ESPNcricinfo) pic.twitter.com/Jldtc8iU7o
— CricketMAN2 (@ImTanujSingh) July 27, 2023
જાણો કોને મળશે તક: ક્રિકેટ વેબસાઈટ ક્રિકઈન્ફો તરફથી મળેલી માહિતી મુજબ, મોહમ્મદ સિરાજને આરામ આપીને ટીમ મેનેજમેન્ટ જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને ઉમરાન મલિક જેવા બોલરોને અજમાવવા માંગે છે. સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ બોલિંગની મહત્તમ તક આપવા માંગે છે, જેથી તેનું પ્રદર્શન જોઈ શકાય.
-
Mohammed Siraj has been rested for the ODI vs West Indies. [Espn Cricinfo] pic.twitter.com/QxlFB7b5Qj
— Johns. (@CricCrazyJohns) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mohammed Siraj has been rested for the ODI vs West Indies. [Espn Cricinfo] pic.twitter.com/QxlFB7b5Qj
— Johns. (@CricCrazyJohns) July 27, 2023Mohammed Siraj has been rested for the ODI vs West Indies. [Espn Cricinfo] pic.twitter.com/QxlFB7b5Qj
— Johns. (@CricCrazyJohns) July 27, 2023
વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટમાં પ્રદર્શન: સિરાજને કેરેબિયન પ્રવાસમાં ટી20 મેચોમાં પણ તક આપવામાં આવી નથી. સિરાજે વેસ્ટ ઈન્ડિઝ સામેની 2 ટેસ્ટમાં 7 વિકેટ લીધી છે, જેમાં પોર્ટ-ઓફ-સ્પેન ખાતે સપાટ ટ્રેક પર પ્રથમ દાવમાં 5 વિકેટનો સમાવેશ થાય છે, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ પ્રથમ દાવમાં જલ્દી ધરાશાઈ થઈ ગઈ હતી.
IPL 2023માં શાનદાર પ્રદર્શન: આ પ્રવાસ પહેલા, સિરાજ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો પણ ભાગ હતો, જેમાં તેણે પ્રથમ દાવમાં ચાર સહિત પાંચ વિકેટ ઝડપી હતી. સિરાજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે IPL 2023માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે 14 મેચમાં 19 વિકેટ લીધી હતી.
ભારતીય બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: સિરાજે તેની છેલ્લી વનડે માર્ચ 2022માં ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર રમી હતી. તેણે સિરીઝમાં પાંચ વિકેટ લીધી હતી. 2022 ની શરૂઆતથી, સિરાજે 43 ODI વિકેટ લીધી છે. કોઈપણ ભારતીય બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ પણ વાંચો: