ETV Bharat / sports

MS Dhoni Birthday: આજે માહીનો 42મો જન્મદિવસ, જાણો ગોલકીપરથી લઈને વિકેટકીપર સુધીની સફર - MS Dhoni Birthday

કેપ્ટન કૂલ, માહી, રાંચીના રાજકુમાર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેમને અનેક નામોથી બોલાવવામાં આવે છે તેઓ આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઓછા સમયમાં ક્રિકેટમાં એક પછી એક અનેક રેકોર્ડ બનાવનાર માહીને તેના ચાહકો અભિનંદન આપી રહ્યા છે.

Etv BharatMS Dhoni Birthday
Etv BharatMS Dhoni Birthday
author img

By

Published : Jul 7, 2023, 11:38 AM IST

હૈદરાબાદ: ઓછા સમયમાં એક પછી એક રેકોર્ડ બનાવીને ક્રિકેટ જગતમાં રેકોર્ડ બનાવનાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 7 જુલાઈ, 1981ના રોજ એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા મહેન્દ્ર સિંહ ધોનીને તેના ચાહકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. મહેન્દ્ર સિંહ, જેને માહી તરીકે ઓળખવામાં આવે છે, તે પાન સિંહ ધોની અને દેવકી દેવીના સૌથી નાના પુત્ર છે. ધોનીએ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાંબો સમય સંઘર્ષ કર્યો હતો.

ક્વાર્ટરથી ક્રિકેટ સુધીની સફર: માહી, જેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી, તેણે શાળાની ટીમ સાથે રમત રમીને જીવનની શરૂઆત કરી. ફૂટબોલનો ગોલકીપર મહેન્દ્ર સિંહ ધોની ક્યારે ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બન્યો તે ફક્ત તેની શાળાના કોચ જ જાણે છે. ચંચલ ભટ્ટાચાર્ય, જે તેમને ઓળખતા હતા અને 1996 થી 2004 સુધી તેમના કોચ હતા, તેઓ પણ તેમના તમામ ગુણો સારી રીતે જાણે છે. મહેન્દ્ર સિંહ ધોની સૌથી પહેલા મેકોનમાં સ્થિત H-122 ક્વાર્ટરમાં તેના આખા પરિવાર સાથે રહેવા આવ્યો હતો. જો કે, તે આ ક્વાર્ટરમાં વધુ સમય રોકાયો ન હતો. તે ટૂંક સમયમાં E-25 માં શિફ્ટ થઈ ગયો. તેની ક્રિકેટ સફર આ ક્વાર્ટરથી શરૂ થઈ હતી.

રેલવેમાં TTEની ભૂમિકા: વર્ષ 2003માં ધોનીએ ખડગપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ટિકિટ ચેકર તરીકે પણ કામ કર્યું હતું. ધોનીએ 1998માં બિહારની અંડર-19 ટીમ સાથે પોતાના વ્યાવસાયિક ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. 1999-2000માં ધોનીએ બિહાર રણજી ટીમમાં રમીને ડેબ્યૂ કર્યું હતું. દેવધર ટ્રોફી, દુલીપ ટ્રોફી, ઇન્ડિયા એ ટુરમાં ગયો. જ્યાં તેના પ્રદર્શનને કારણે તેને નેશનલ ટીમ સિલેક્શન કમિટીની નજરમાં આવી હતી. વર્ષ 2004માં ટીમ સિલેક્શન કમિટીની બેઠકમાં સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું કે ટીમમાં વિકેટકીપર કોણ બનાવશે તો સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે હું એમએસ ધોનીને વિકેટકીપર બનાવવા માંગુ છું. ધોનીએ 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી ધોનીએ ક્રિકેટમાં લાંબી સફર કરી છે.

23 ડિસેમ્બર, 2004ના રોજ ક્રિકેટમાં પ્રવેશ: ડીએવી શ્યામલી સ્કૂલ ગ્રાઉન્ડથી શરૂઆત કરીને, મેકોન સ્ટેડિયમ, હરમુ મેદાન અને ઝારખંડના તમામ મેદાનોની ગલીઓમાં રમનારા મહેન્દ્ર સિંહ ધોનીએ 23 ડિસેમ્બર, 2004ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેણે 2004માં બાંગ્લાદેશ સામે વનડે મેચ રમી હતી. તેણે 1 ડિસેમ્બર 2006ના રોજ T20માં ડેબ્યૂ કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની જેમ જેમ ક્રિકેટમાં સફળ થતો ગયો તેમ તેમ તેની કારકિર્દીનો ગ્રાફ પણ ઊંચો ગયો. ત્યારબાદ માહીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. મહેન્દ્ર સિંહ ધોનીનો હેતુ સ્કૂલના સમયથી જ જીત પર રહેતો હતો. મહેન્દ્ર સિંહ ધોનીનું લક્ષ્ય એક પછી એક ટૂર્નામેન્ટ અને મેચ જીતવાનું હતું અને નસીબ પણ હંમેશા તેને સાથ આપતું હતું.

ધોનીનો પરિવાર: માહીના પરિવારમાં પિતા પાન સિંહ, માતા દેવકી દેવી ઉપરાંત ધોનીનો ભાઈ નરેન્દ્ર સિંહ ધોની અને બહેન જયંતિ છે. એમએસ ધોનીની બહેન જયંતિ તેના ભાઈની ખૂબ જ નજીક છે. જયંતિ એક શિક્ષિકા છે, તે ઘણીવાર ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન સાક્ષી સાથે ચીયર કરતી જોવા મળે છે. બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોનીના ભાઈ નરેન્દ્ર સિંહ ધોની હાલમાં રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તે પણ રાંચીમાં રહે છે. ધોનીને એક દિકરી છે તેનું નામ જીવા છે.

3 ICC ટ્રૉફી જીતનારો એકમાત્ર કેપ્ટન: ધોની દુનિયાનો એકમાત્ર એવો કેપ્ટન છે જેને પોતાની ટીમને ICCની ત્રણેય મોટી ટ્રૉપી જીતાડી છે, આમાં ટી20 વર્લ્ડકપ 2007, વર્લ્ડકપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રૉફી 2013 સામેલ છે.

બાઇક કલેક્શનનો શોખીન: ધોનીને બાઇક કલેક્શનનો જબરો શોખ છે. તેની પાસે બે ડઝનથી વધુ સુપરબાઇક્સ છે. તે કારોનો પણ શોખ રાખે છે,, તેની પાસે હમર જેવી કાર પણ છે.

ધોનીનો ક્રિકેટમાંથી સંન્યાસ: ધોનીને મેદાન પર વિદાય દરમિયાન મેચ રમવાની તક મળી છે. વર્ષ 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટ 2020માં તેણે ટી20 અને વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. માહીના આ નિર્ણયથી તેના ચાહકો પણ દુ:ખી થયા હતા.

માહીને લેફ્ટનન્ટ કર્નલની પદવીઃ મહેન્દ્ર સિંહ ધોનીને માનદ લેફ્ટનન્ટ કર્નલનું બિરુદ પણ મળ્યું છે. માહીને પદ્મ ભૂષણ, પદ્મશ્રી, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતનો સૌથી સફળ વન-ડે ઈન્ટરનેશનલ કેપ્ટન ધોની ભારતીય વન-ડે ટીમના શાનદાર કેપ્ટનોમાંથી એક તરીકે ઓળખાય છે. મહેન્દ્ર સિંહ ધોનીને બેડમિન્ટન અને ફૂટબોલમાં પણ રસ હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ DAV શ્યામલીમાંથી અભ્યાસ કર્યો છે. જે હાલમાં જવાહર વિદ્યા મંદિર તરીકે ઓળખાય છે. માહીએ આંતર-શાળા સ્પર્ધામાં બેડમિન્ટન અને ફૂટબોલમાં પણ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. આ કારણોસર તેની જિલ્લા અને ક્લબ કક્ષાએ પસંદગી થઈ હતી.

IPL 2023ની ટ્રોફી જીતી: MS ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ (GT) ને 5 વિકેટથી હરાવી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ચેમ્પિયન બની.

આ પણ વાંચો:

  1. T20 Tournament: વેસ્ટ ઈંડિઝ સામેની ટુર્નામેન્ટમાં હાર્દિક ફરી કેપ્ટન, કોહલી-રોહિત આઉટ
  2. MS Dhoni 52 Feet Cut Out : 'માહી'ને જન્મદિવસ પહેલા હૈદરાબાદી ફેન્સ તરફથી ખાસ ભેટ મળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.