- કેપ્ટનશીપ છોડવાનો કોહલીનો નિર્ણયઃ ગાંગુલી
- કોહલી વર્લ્ડ કપ ટી20 બાદ કેપ્ટનશિપ છોડશે
- કેપ્ટન બનવું સરળ કામ નથી
દુબઈ: બીસીસીઆઈ(BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે આ વર્લ્ડ કપ(World Cup) બાદ ટી 20 કેપ્ટનશિપ છોડવાનો વિરાટ કોહલી(Virat Kohli)નો નિર્ણય હતો અને બોર્ડે તેમના પર કોઈ દબાણ નથી કર્યું.
વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર ગાંગુલીનું નિવેદન...
ગાંગુલી(Sourav Ganguly)એ એક મીડિયા હાઉસને કહ્યું કે, "હું આનાથી આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કદાચ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ આ નિર્ણય લીધો હતો. તે તેનો નિર્ણય હતો. અમે ન તો તેની સાથે વાત કરી કે ન તો તેના પર દબાણ લાવ્યું. અમે કોઈ પર દબાણ નથી કરતા. હું એક હતો ખેલાડી પણ અને આવું કામ ક્યારેય નહીં કરે. "હવે ઘણું ક્રિકેટ રમાય છે અને ત્રણેય ફોર્મેટમાં આટલા લાંબા સમય સુધી કેપ્ટનશિપ કરવી સરળ નથી. હું પણ પાંચ વર્ષ સુધી કેપ્ટન રહ્યો છું."
માનસિક-શારીરિક ખેલાડીઓ થાકી જાયઃ ગાંગુલી
ગાંગુલી આગળ કહ્યું કે, "કપ્તાની સાથે ઘણી ખ્યાતિ અને સન્માન હોય છે પરંતુ ખેલાડીઓ માનસિક અને શારીરિક રીતે પણ થાકી જાય છે. તે ગાંગુલી, ધોની(Dhoni) કે વિરાટની વાત નથી. ભાવિ કેપ્ટન પણ દબાણ અનુભવશે. તે સરળ કામ નથી."
આ પણ વાંચોઃ કોચ રવિ શાસ્ત્રીએ એવું તો શું કહ્યું હતું કે વિરાટ કોહલીએ છોડી દીધી કેપ્ટનશિપ
આ પણ વાંચોઃ T20 World Cup: માહીની 2 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી