ETV Bharat / sports

BCCI દ્વારા વાર્ષિક કરારની જાહેરાત, વિરાટ, રોહિત અને બુમરાહ ટોપ ગ્રેડમાં શામેલ, મળશે 7-7 કરોડ રૂપિયા

BCCIએ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની કરાર સૂચિ બહાર પાડી છે, જેમાં ઋષભ પંતને ગ્રેડ-એ જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ગ્રેડ-એ પ્લસ મળ્યો છે.

BCCI
BCCI
author img

By

Published : Apr 16, 2021, 1:31 PM IST

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની કરાર યાદી જાહેર કરી
  • વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને ગ્રેડ-એ પ્લસમાં મળ્યું સ્થાન
  • આ ખેલાડીઓને વાર્ષિક 7-7 કરોડ રૂપિયા મળશે, જ્યારે ગ્રેડ-એમાં પંત સહિત 10 ખેલાડીઓનો સમાવેશ

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વ્હાઇટ-બોલ ક્રિકેટના ઉપકપ્તાન રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના કરારની ટોચની કેટેગરીમાં છે. આ ગ્રેડના ખેલાડીઓને 7-7 કરોડ રૂપિયા મળે છે, જ્યારે કેટલાક ઝડપી ઉભરતા યુવાઓને ગુરુવારના રોજ બોર્ડ દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું. કુલ 28 ક્રિકેટરોને ચાર કેટેગરીમાં કેન્દ્રીય કરાર આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા ક્રિકેટના ગ્રાઉન્ડમાં ભારત-ઈંગ્લેન્ડની ટીમે મેચ પ્રેક્ટિસ કરી

હાર્દિક પંડ્યાને પ્રમોટ કરતા ગ્રેડ-એમાં સ્થાન

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પ્રમોટ કરતા ગ્રેડ-એ માં સ્થાન આપ્યું છે જેમાં પાંચ કરોડ રૂપિયા મળે છે. જ્યારે શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજે પોતાનો પહેલો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો જે ગ્રેડ સી છે અને તેની રકમ 1 કરોડ રૂપિયા છે. કેટલાક ખેલાડીઓની રાશિમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને 3 કરોડ રૂપિયા સાથે ગ્રેડ-બીમાં સ્થાન આપ્યું, જ્યારે કેદાર જાધવને પણ નીચે લાવવામાં આવ્યો છે.

કયા ગ્રેડમાં કોણ

  • ગ્રેડ-એ પ્લસ: વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ
  • ગ્રેડ-એ: રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શિખર ધવન, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા
  • ગ્રેડ-બી: ઋદ્ધિમન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને મયંક અગ્રવાલ
  • ગ્રેડ-સી: કુલદીપ યાદવ, નવદીપ સૈની, દિપક ચાહર, શુભમન ગિલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ

આ પણ વાંચો: BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે ખાસ વાતચીત...જૂઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.