નવી દિલ્હીઃ ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી કેએલ રાહુલ ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલમાંથી બહાર થઈ ગયો હતો. હવે રાહુલના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. બ્રિટનમાં રાહુલની સફળ સર્જરી બાદ તે ભારત પરત ફર્યો છે અને એશિયા કપ 2023ની તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે ભારતીય ટીમે ODI વર્લ્ડ કપમાંથી એશિયા કપ રમવાનો છે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા કેએલ રાહુલની ફિટનેસ દિગ્ગજ ક્રિકેટરોથી લઈને ચાહકો માટે ખુશીની વાત છે.
IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો: ભારતના વરિષ્ઠ બેટ્સમેન લોકેશ રાહુલ જાંઘની સર્જરી કરાવ્યા બાદ ODI વર્લ્ડ કપ પહેલા સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ માટે ટીમમાં વાપસી કરી શકે છે. રાહુલ 13 જૂન મંગળવારના રોજ રિહેબિલિટેશન પ્રોગ્રામ માટે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે રાહુલ આઈપીએલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ટીમની બહાર હતો. ત્યારબાદ ડોક્ટરે રાહુલને જાંઘની સર્જરી કરાવવાની સલાહ આપી.
-
ಮನೆ 🏡 pic.twitter.com/0BXpG03kdL
— K L Rahul (@klrahul) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ಮನೆ 🏡 pic.twitter.com/0BXpG03kdL
— K L Rahul (@klrahul) June 13, 2023ಮನೆ 🏡 pic.twitter.com/0BXpG03kdL
— K L Rahul (@klrahul) June 13, 2023
KL રાહુલની કારકિર્દી: કેએલ રાહુલનું બ્રિટનમાં સફળ ઓપરેશન થયું હતું અને મંગળવાર, 13 જૂનના રોજ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને માહિતી આપી હતી. આ ફોટો નેશનલ ક્રિકેટ એકેડમીનો છે. તેણે એનસીએમાં તેનું પુનર્વસન શરૂ કર્યું છે. ODI ફોર્મેટમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉપરાંત વિકેટકીપરની જવાબદારી પણ સંભાળનાર રાહુલ રિષભ પંતની ગેરહાજરીમાં ODI ટીમનો મહત્વનો સભ્ય છે. પંત ગયા વર્ષે ડિસેમ્બરમાં એક ભયાનક કાર અકસ્માતમાંથી સાજો થઈ રહ્યો છે. રાહુલે 47 ટેસ્ટ મેચમાં બે હજાર 642 રન, 54 વનડેમાં એક હજાર 986 રન અને 72 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં બે હજાર 265 રન બનાવ્યા છે. જેમાં તેની 14 આંતરરાષ્ટ્રીય સદી પણ સામેલ છે.
આ પણ વાંચો: