ETV Bharat / sports

Joginder Sharma Retired : T20 વર્લ્ડ કપ જીતના હીરો જોગીન્દર શર્મા, 39 વર્ષની વયે નિવૃત્તિની કરી જાહેરાત - હીરો જોગીન્દર શર્મા

વર્ષ 2007માં ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup 2007) જીત્યો હતો. તે વર્લ્ડ કપ ફાઈનલનો હીરો જોગીન્દર શર્મા (World T20 2007 Hero Joginder Sharma) હતો. તેણે ફાઇનલમાં પાકિસ્તાન માટે બે વિકેટ લીધી હતી. (Joginder Sharma Retired)

Joginder Sharma Retired :  T20 વર્લ્ડ કપ જીતના હીરો જોગીન્દર શર્મા, 39 વર્ષની વયે નિવૃત્તિની કરી જાહેરાત

author img

By

Published : Feb 3, 2023, 3:59 PM IST

નવી દિલ્હી : T20 વર્લ્ડ કપ 2007માં જોગીન્દર શર્માએ ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન સામે રમાયેલી ફાઈનલ મેચમાં જોગીન્દર શર્માએ બે વિકેટ ઝડપી હતી, પરંતુ તે જીત બાદ તેને ક્યારેય ઈન્ટરનેશનલ મેચ રમવાની તક મળી નથી. હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આજે (શુક્રવાર, 3 ફેબ્રુઆરી) જોગીન્દર શર્માએ ટ્વીટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી. તેણે BCCI સેક્રેટરી જય શાહને પણ પત્ર લખ્યો છે.

  • Announced retirement from cricket Thanks to each and everyone for your love and support 🙏❤️👍👍 pic.twitter.com/A2G9JJd515

    — Joginder Sharma 🇮🇳 (@MJoginderSharma) February 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જોગીન્દર શર્મા હાલ હરિયાણા પોલીસમાં DSP છે : હરિયાણાના રોહતકના રહેવાસી જોગીન્દર શર્માની ક્રિકેટ કારકિર્દી ટૂંકી રહી છે. તેણે ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. તેણે પોતાની ક્રિકેટ કારકિર્દીની તમામ T20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી હતી. જોગિન્દરે વર્ષ 2004માં ભારત માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2007માં તેણે છેલ્લી ODI મેચ રમી હતી. જોગીન્દર શર્મા હાલ હરિયાણા પોલીસમાં ડીએસપી તરીકે કાર્યરત છે.

આ પણ વાંચો : IND vs Aus 1st Test: વિરાટ કોહલી અને KL રાહુલ નાગપુર પહોંચ્યા

જોગીન્દર શર્માએ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું : જોગીન્દર શર્માએ 26 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે છેલ્લી વનડે 2007માં કટકમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તેણે ચાર વનડેમાં માત્ર એક જ વિકેટ લીધી છે. જોગીન્દર શર્માએ T20 ક્રિકેટમાં પોતાની શરૂઆત T20 વર્લ્ડ કપ 2007માં કરી હતી. તેણે ડરબનમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમી હતી. તેણે T20માં પણ ચાર મેચ રમી હતી જેમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : IND vs Aus Test Series: રવિન્દ્ર જાડેજા ટેસ્ટ સિરીઝ માટે તૈયાર છે, ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

T20 વર્લ્ડ કપ જીતના હીરો જોગીન્દર શર્મા : T20 વર્લ્ડ કપની ફાઇનલમાં છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 13 રનની જરૂર હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જોગિન્દર શર્માને છેલ્લી ઓવર નાખવા કહ્યું. જોગીન્દરના મેન્ટર મિસ્બાહ-ઉલ-હક હતા. જોગીન્દરે પહેલો બોલ વાઈડ ફેંકીને ભારતીય પ્રેક્ષકોના શ્વાસ પકડી લીધા હતા. મિસ્બાહ વાઈડની જગ્યાએ ફેંકવામાં આવેલો આગળનો બોલ ચૂકી ગયો અને કોઈ રન બનાવી શક્યો નહીં. જોગીન્દરે બીજો બોલ ફુલ ટોસ ફેંક્યો જેના પર મિસ્બાહે સિક્સર ફટકારી. ત્રીજા બોલ પર મિસ્બાહે સ્કૂપ શોટ રમ્યો અને શ્રીસંતને શોર્ટ ફાઈન લેગ પર કેચ કરાવ્યો. આ રીતે ભારતે પહેલો T20 વર્લ્ડ કપ 5 રને જીત્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.