ETV Bharat / sports

IPL2022: KKR, લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ આપશે એકબીજાને ટક્કર - IPL Auction 2022

એક નજર નાખીએ કે, કઈ રીતે 2 વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને નવી આવેલી લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans). હરાજી પછી અન્ય ટીમને કઈ રીતે ટક્કર (IPL Auction 2022) આપશે.

IPL2022: KKR, લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ આપશે એકબીજાને ટક્કર

author img

By

Published : Feb 15, 2022, 2:05 PM IST

નવી દિલ્હીઃ IPL 2022 મેગા હરાજીના 2 દિવસમાં અંતિમ યાદીમાં 600માંથી 204 ખેલાડીઓને 10 ફ્રેન્ચાઈઝીએ મેળવી લીધા છે. હવે એક નજર નાખીએ કે, કઈ રીતે 2 વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને નવી આવેલી લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans). હરાજી પછી અન્ય ટીમને કઈ રીતે (IPL Auction 2022) ટક્કર આપશે.

કોલકાતા નાઈટ રાઈડર્સઃ ફ્રેન્ચાઈઝીએ વેંકટેશ ઐયર, વરૂણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ અને સુનિલ નારાયણને જાળવી રાખીને IPL મેગા ઓક્શનમાં (IPL Auction 2022) પ્રવેશ કર્યો હતો. હરાજીના પ્રથમ દિવસે તેણે પેટ કમિન્સ, નીતિશ રાણા અને શિવમ માવી જેવા ખેલાડીઓને ટીમમાં પાછા જોયા અને સંભવિત કેપ્ટન તરીકે શ્રેયસ ઐયર (12.25 કરોડ)ને ખરીદ્યો છે. જ્યારે બીજા દિવસે તેણે ભારતીય ખેલાડીઓ અજિંક્ય રહાણે અને ઉમેશ યાદવ સિવાય એલેક્સ હેલ્સ, સેમ બિલિંગ્સ, મોહમ્મદ નબી, ટિમ સાઉથી, ચમિકા કરુણારત્ને જેવા વિદેશી ખેલાડીઓને ખરીદ્યા હતા.

ટીમની શક્તિઃ ગયા વર્ષની સિઝનના તેમના 7 મુખ્ય સભ્યો, જેમાં રિટેન્શન સામેલ છે. હવે તેમની સાથે પાછા ફર્યા છે. શ્રેયસ ઐયરના આગમનથી ટીમનો બેટિંગ ઓર્ડર વધુ મજબૂત થશે.

ટીમની નબળાઈ: શુબમન ગિલ વિના ઓપનર તરીકે અજિંક્ય રહાણે આક્રમક બેટિંગ કરી શકશે કે કેમ તે અંગે શંકા છે. ટીમમાં કુશળ ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવની ગેરહાજરી અને સ્થાનિક બેટિંગ વિકલ્પ તેને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો- IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

લખનઉ સુપર જાયન્ટ્સ: IPL મેગા ઓક્શનમાં (IPL Auction 2022) પોતાની પહેલી હાજરીમાં લખનઉ પોતાના પાકિટના તમામ રૂપિયાનો ઉપયોગ કરનારી એક માત્ર ટીમ હતી, જેણે કે. એલ. રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને પસંદ કર્યા પછી તેમણે ભારતીય અને વિદેશી ખેલાડીઓ માટે હરાજી (IPL Auction 2022) સમાપ્ત થયા પછી સંભવિત રીતે મજબૂત પક્ષોમાંથી એક બનવા વિકલ્પો સુરક્ષિત કર્યા હતા.

ટીમની શક્તિઃ તેમની પાસે બોલિંગ ક્રમમાં સારા બોલરો છે. માર્ક વુડ, અવેશ ખાન અને જેસન હોલ્ડરની ગતિ ટીમને સંભાળવામાં મદદરૂપ સાબિત થશે. જ્યારે ગૌતમ અને કુણાલ પંડ્યા સાથે બિશ્નોઈ સ્પિન ક્ષેત્રે યોગદાન આપશે.

ટીમની નબળાઈ: તેમની પાસે બેટિંગ કરવા કે. એલ. રાહુલ અને ક્વિન્ટન ડિ કોકની તાકાત છે, પરંતુ વધુ અનુભવી ભારતીય બેટ્સમેનનો અભાવ તેમને નુકસાન પહોંચાડી શકે છે. મનીષ પાંડેનો IPL 2021માં સારો સમય રહ્યો નહતો. જ્યારે મનન વોહરા છૂટાછવાયા પ્રદર્શન સાથે ટૂર્નામેન્ટમાં વધુ ચમક્યો નહતો.

ટીમ માટે તકઃ પંડ્યા, સ્ટોઈનિસ અને હોલ્ડરના રૂપમાં ત્રણ ઓલરાઉન્ડર વિકલ્પો છે, જે તેમને બોલિંગ વિકલ્પોમાં તક આપશે અને બેટિંગની પણ તક આપશે. ગૌતમ પણ બોલને જોરદાર હિટ કરી શકે છે અને દીપક હુડ્ડા ઓફ સ્પિનનું યોગદાન આપી શકે છે.

ટીમ માટે ખતરોઃ 5 ઓલરાઉન્ડર વિકલ્પમાંથી કોઈ ઈજાગ્રસ્ત થવાથી લખનઉની ટૂર્નામેન્ટમાં સારું પ્રદ્રશન કરવાની સંભાવનાને અસર થઈ શકે છે.

આ પણ વાંચો- IPL Auction 2022: ગુજરાત ટાઇટન્સમાં ક્યો ખેલાડી કેટલામાં વેચાયો! જાણો એક ક્લિકમાં...

ગુજરાત ટાઈટન્સઃ લખનઉની સાથે હરાજીમાં (IPL Auction 2022) બીજી નવી ટીમ ગુજરાતે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને પસંદ કર્યા બાદ જેસન રોય, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, અલઝારી જોસેફ, ડેવિડ મિલર અને મેથ્યુ વેડ જેવા અનુભવી ખેલાડીઓને પસંદ કર્યા હતા.

ટીમની શક્તિઃ રાશિદ ખાન, લોકી ફર્ગ્યૂસન, અલઝારી જોસેફ અને મોહમ્મદ શમીનું બોલિંગ કોમ્બિનેશન વ્યવસ્થિત લાગે છે. શુભમન ગિલ સાથે વિસ્ફોટક ઓપનર જેસન રોય ટોચ પર છે તે નસીબદાર છે.

ટીમની નબળાઈ: ગિલ અને હાર્દિક પંડ્યા સિવાય તેમની પાસે મધ્યમ ક્રમમાં જોડીને પ્રોત્સાહન આપવા એક પણ અનુભવી ભારતીય બેટ્સમેન નથી. તેમણે એ જોવાની જરૂર છે કે, શું વિજય શંકર કે અનકેપ્ડ ખેલાડી અભિનવ મનોહર રમતને આગળ લઈ શકે છે.

ટીમ માટે તકઃ જો ગુજરાત યોગ્ય સંતુલન શોધીને એકસાથે ક્લિક કરવામાં સક્ષમ બને તો તેઓ IPLમાં કઠિન પડકાર રજૂ કરી શકે છે. તે થવા માટે, તેને દરેક મેચના છેલ્લા બોલ સુધી બિલ્ડ-અપથી લઈને દરેક વસ્તુની જરૂર છે.

ટીમ માટે ખતરોઃ હાર્દિક પંડ્યાની ફિટનેસ ટીમ માટે કોઈપણ રીતે ટેસ્ટ થઈ શકે છે, ખાસ કરીને બોલિંગ મોરચે. જો તે બોલિંગ કરવા માટે ફિટ છે તો XIનું સંતુલન બરાબર રહેશે. નહિંતર, તેઓએ ઓવરોનો તેમનો ક્વોટા ભરવા માટે અન્ય વિકલ્પ શોધવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.