ચેન્નાઈ: MS ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લી 3 મેચમાંથી માત્ર 1 પોઈન્ટ મેળવ્યા બાદ જીતના માર્ગે પાછા ફરવા આતુર હશે અને શનિવારે તેમના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઈન્ડિયન્સની સામે જીત મેળવીને અભિયાનને પાટા પર લાવવાની કોશિશ કરશે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની સુપર કિંગ્સ 2019માં 5 વખતની ચેમ્પિયન MI સામે રમાયેલી 2 મેચ હારી ગઈ હતી અને લગભગ 4 વર્ષ પછી ઘરઆંગણે તેમના કટ્ટર હરીફ સામે રમશે.
દીપક ચહરની વાપસી: બોલિંગ કોચ ડ્વેન બ્રાવો પાસે હજુ પણ બોલિંગ વિભાગમાં મહેનત કરી રહ્યો છે. જાડેજા, જે બોલ સાથે તેજસ્વી છે, જો કે બેટમાં તેટલો આ વખતે દેખાતો નથી, હંમેશાની જેમ સાથી સ્પિનરો સાથે CSK માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. દીપક ચહરની વાપસીથી બોલિંગ વિભાગમાં વધારો થયો છે. જો કે, તુષાર દેશપાંડે જેવા બોલરોએ વિકેટ ઝડપી હોવા છતાં વઘું રન આપવાને કારણે ટીમને નુકસાન થયું છે.
આ પણ વાંચો: IPL 2023 : રાજસ્થાન સામે ગુજરાત ટાઇટન્સની 9 વિકેટે ધમાકેદાર જીત IPL 2023 : સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકત્તાની ભારે રસાકસી વચ્ચે 5 રનથી જીત |
CSKના 11 પોઈન્ટ અને MIના 10 પોઈન્ટ છે: જ્યારે MI માટે રોહિત શર્માનું ફોર્મ ચિંતાજનક છે કારણ કે, અત્યાર સુધી તેના બેટથી રન આવ્યા નથી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શરુઆતની મેચો હાર્યા પછી ધીમે ધીમે જીતની ગતિ પકડી છે. રોહિત સિવાય, જો અન્ય બેટ્સમેનોએ સારુ પ્રદર્શન કર્યુ છે, તો સુપર કિંગ્સના બોલરો માટે સૂર્ય કુમાર યાદવ, ટીમ ડેવિડ જેવા ધુરંધરોને રોકવા મુશ્કેલ છે. CSKના 11 પોઈન્ટ અને MIના 10 પોઈન્ટ છે. બંન્ને ટીમો વચ્ચે પ્લે-ઓફમાં સ્થાન મેળવવાની ચુસ્ત હરીફાઈ ચાલી રહી છે. MA ચિદમ્બરમ ખાતે યોજાનાર મુકાબલો ચોક્કસપણે રસાકસી ભર્યો રહેશે.