બેંગલુરુ: દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટાટા IPL 2023ની 20મી મેચમાં RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટે 34 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. IPL 2023માં વિરાટ કોહલીની આ ત્રીજી અડધી સદી છે. આ ઇનિંગમાં કોહલીએ 6 ફોર સાથે 1 સિક્સર ફટકારી હતી. તેની આ ઇનિંગના કારણે વિરાટે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
-
2️⃣5️⃣0️⃣0️⃣ out of the ♾️ reasons why we ❤️ King Kohli! 👑
— Royal Challengers Bangalore (@RCBTweets) April 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Most by any player at a single venue in the IPL! 🤯#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvDC @imVkohli pic.twitter.com/DzWQLsfq8G
">2️⃣5️⃣0️⃣0️⃣ out of the ♾️ reasons why we ❤️ King Kohli! 👑
— Royal Challengers Bangalore (@RCBTweets) April 15, 2023
Most by any player at a single venue in the IPL! 🤯#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvDC @imVkohli pic.twitter.com/DzWQLsfq8G2️⃣5️⃣0️⃣0️⃣ out of the ♾️ reasons why we ❤️ King Kohli! 👑
— Royal Challengers Bangalore (@RCBTweets) April 15, 2023
Most by any player at a single venue in the IPL! 🤯#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvDC @imVkohli pic.twitter.com/DzWQLsfq8G
kedar jadhav on ms dhoni: ધોની તેની છેલ્લી IPL સિઝન રમી રહ્યો, પછી આ હશે CSKનો કેપ્ટન
2500 રન પૂરા કર્યા: વિરાટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 2500 રન પૂરા કર્યા વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પોતાની અડધી સદીની ઇનિંગ દરમિયાન એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે તેના 2500 આઈપીએલ રન પૂરા કર્યા છે, જે આઈપીએલમાં એક જ સ્થળ પર કોઈ પણ ખેલાડી દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. તમને જણાવી દઈએ કે RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 2009માં RCB સાથે જોડાયેલા હતા. વિરાટ IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટે 227 મેચની 219 ઇનિંગ્સમાં 36.76ની એવરેજથી 6838 રન બનાવ્યા છે. કોહલીએ IPLમાં 47 અડધી સદી અને 5 સદી પણ ફટકારી છે. વિરાટનો સર્વોચ્ચ સ્કોર 113 રન છે.
સારા ફોર્મમાં જોવા મળી રહ્યો: IPL 2023માં વિરાટનું શાનદાર ફોર્મ ચાલુ છે. વિરાટ આ સિઝનમાં ઘણા રન બનાવી રહ્યો છે અને તે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટે 4 મેચની 4 ઇનિંગ્સમાં 71.33ની એવરેજથી 214 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ તેની 4માંથી 3 ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 82 રન છે, જે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો. તે હવે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં બીજા સ્થાને આવી ગયો છે. તે માત્ર શિખર ધવનથી પાછળ છે જેણે અત્યાર સુધી 233 રન બનાવ્યા છે અને હાલમાં તે ઓરેન્જ કેપ ધારક ખેલાડી છે.