- CSK પહેલી મેચમાં હાર બાદ જોરદાર વાપસી કરશે
- ટીમમાં સુરેશ રૈના, અંબાતી નાયડુ જેવા દિગ્ગજ ખેલાડી છે
- અનુભવી ખેલાડીઓએ ટીમને જીત અપાવશે
ન્યૂઝ ડેસ્કઃ IPLની 14મી સિઝનમાં આજે બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. CSKએ પહેલી મેચમાં હાર થયા બાદ શાનદાર વાપસી કરી છે. આ સાથે જ CSKએ ચાર મેચ જીતી છે. વર્ષ 2020માં CSKની ટીમ નિરાશ જોવા મળી રહી હતી, પરંતુ આ વખતનું દ્રશ્ય બદલાયું છે.
આ પણ વાંચોઃ IPL-2021ની 22મી મેચમાં RCBએ DCને 1 રનથી હરાવ્યું
રવિન્દ્ર જાડેજાએ રવિવારે ટીમને જીત અપાવી હતી
વર્ષ 2020ની સિઝન CSK માટે સારી નહતી રહી, પરંતુ આ વખતે અનુભવી ખેલાડી ટીમમાં જોડાવાથી તેમની અસર જોવા મળશે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ CSKની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. જાડેજાએ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બોલરોને ધોઈ નાખ્યા હતા. છેલ્લા ઓવરમાં જાડેજાએ 37 રન બનાવી ટીમને જીત અપાવી હતી. આ સાથે જ ઋતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ પણ ફોર્મમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત પરિવારને સાથ આપવા અશ્વિને IPLમાંથી બ્રેક લીધો
સનરાઈઝર્સ હૈદરાબાદની જીત શરૂઆતના બેટ્સમેન પર આધારિત
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની વાત કરીએ તો આ ટીમની બેટિંગ શરૂઆતના બેટ્સમેન ઉપર આધારિત છે. ટોચના બેટ્સમેન જો સારું પ્રદર્શન નહીં કરે તો ટીમને જીતવામાં મુશ્કેલી પડશે. ડેવિડ વોર્નરે ખરાબ ફોર્મમાંથી બહાર આવવું પડશે.