અમદાવાદ- ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની આજની મેચ ખૂબ મહત્વની હતી. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. લખનઉને મેચ જીતવા માટે 136 રનનોટાર્ગેટ આપ્યો હતો. જો કે તેના જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને માત્ર 128 રન જ બનાવી શક્યું હતું. અને 7 રનથી ગુજરાત ટાઈટન્સ જીતી ગયું હતું. આમ પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ આગળ નીકળી ગયું હતું. આજની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી.
જીતના હીરોઃ આજની મેચના હીરો હતા હાર્દિક પંડ્યા કે જેમણે 50 બોલમાં 66 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાત ટાઈટન્સના બોલર મોહિત શર્મા છેલ્લી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી અને તેમની છેલ્લી ઓવરમાં બે રન આઉટ થયા હતા. આમ મોહિત શર્માની બોલીંગમાં જ ચાર વિકેટ પડી ગઈ હતી. છેલ્લી ઓવરમાં મોહિત શર્માની બોલીંગ સામે લખનઉના એકપણ બેટ્સમેન રમી શક્યા ન હતા.
ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ સાહા(વિકેટ કિપર) 37બોલમાં 47 રન, શુભમન ગિલ 2 બોલમાં શૂન્ય રન, હાર્દિક પંડ્યા(કેપ્ટન) 50 બોલમાં 66 રન, અભિનવ મનોહર 5 બોલમાં 3 રન, વિજય શંકર 12 બોલમાં 10 રન, મિલર 12 બોલમાં 6 રન અને રાહુલ તેવટિયા 2 બોલમાં 2 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને એલબીનો 1 રન એકસ્ટ્રા મળ્યો હતો. આમ ગુજરાત ટાઈટન્સનો કુલ સ્કોર 6 વિકેટ ગુમાવીને 135 રન રહ્યો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સની બોલીંગઃ નવીન ઉલ હક 4 ઓવરમાં 19 રન આપી 1 વિકેટ લીધી હતી. કૃનાલ પંડ્યા 4 ઓવરમાં 16 રન આપી 2 વિકેટ લીધી હતી. અવેશ ખાન 3 ઓવરમાં 21 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈ 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. સ્ટોઈનિસ 3 ઓવરમાં 20 રન આપી 2 વિકેટ ઝડપી હતી અને અમિત મિશ્રા 2 ઓવરમાં 9 રન આપી 1 વિકેટ લીધી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગઃ કેએલ રાહુલ(કેપ્ટન) 61 બોલમાં 8 ચોક્કા સાથે 68 રન માર્યા હતા. કાયલ માયર્સ 19 બોલમાં 24 રન, કૃનાલ પંડ્યા 23 બોલમાં 23 રન, નિકોલસ પુરન(વિકેટ કિપર) 7 બોલમાં એક રન, અયુષ બડોની 6 બોલમાં 8 રન, માર્કસ સ્ટોઈનિસ 1 બોલમાં શૂન્ય રન, દીપક હૂડા 2 બોલમાં 2 રન, પ્રેરક માંકડ શૂન્ય બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) અને રવિ બિશ્નોઈ 1 બોલમાં શૂન્યરન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને એલબીનો 1 અને વાઈડનો 1 રન મળીને કુલ 2 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 128 રન જ કરી શક્યું હતું.
ગુજરાત ટાઈટન્સની બોંલીંગઃ મોહમદ શામી 3 ઓવર 1 મેઈડન 18 રન આપ્યા હતા. જયંત યાદવ 4 ઓવરમાં 26 રન આપ્યા હતા. રાશિદ ખાન 4 ઓવરમાં 33 રન આપી 1 વિકેટ લીધી હતી. મોહિત શર્મા 3 ઓવરમાં 17 રન આપી 2 વિકેટ લીધી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા 1 ઓવરમાં 7 રન અને રાહુલ તેવટિયા 1 ઓવરમાં 8 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023 Points Table ) આજની મેચના પરિણામ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, બીજા નંબરેલખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 8 પોઈન્ટ, ચોથાનંબરે ગુજરાત ટાઈટન્સ 8 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સે બેગ્લુરુ 6પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટરાઈડર્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 2 પોઈન્ટ હતા.
LSG vs GT IPL 2023 LIVE Score : 5મી ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર 28/1
ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધિમાન સાહા અને કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે. રિદ્ધિમાન 18 બોલમાં 24 અને હાર્દિક 7 બોલમાં 4 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. આ સાથે ગુજરાતની ટીમનો સ્કોર 5મી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 28 રન છે. લખનૌ તરફથી અવેશ ખાન 5મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે.
LSG vs GT IPL 2023 LIVE Score : ત્રીજી ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર 20/1
LSG vs GT IPL 2023 LIVE Score : ગુજરાત ટાઇટન્સને પ્રારંભિક ફટકો લાગ્યો, શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વિના આઉટ
બીજી ઓવરના બીજા બોલ પર ગુજરાત ટાઇટન્સે એક વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સના કૃણાલ પંડ્યાએ તેને રવિ બિશ્નોઈના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલી દીધો હતો.
LSG vs GT IPL 2023 LIVE Score : ગુજરાત ટાઇટન્સે ઓપનિંગ બેટિંગ કરી
ગુજરાત ટાઇટન્સ તરફથી વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને સબમન ગીલે ઓપનિંગ કર્યું હતું. નવીન-ઉલ-હકે લખનૌ સુપર જાયન્ટ્સ માટે પ્રથમ ઓવર ફેંકી હતી.
LSG vs GT IPL LIVE Score : બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
બોલર નૂર અહેમદ ગુજરાત ટાઇટન્સ તરફથી ડેબ્યૂ મેચ રમવા જઈ રહ્યો છે. રાશિદ ખાને નૂર અહેમદને ડેબ્યૂ કેપ આપી હતી. આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.
LSG vs GT IPL LIVE Score : ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ બોલિંગ કરશે.
LSG vs GT IPL 2023 LIVE : લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, મોહિત શર્મા.
લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, નવીન-ઉલ-હક, અમિત મિશ્રા, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.