ETV Bharat / sports

TATA IPL 2023: અમદાવાદમાં IPL ફાઈનલ મેચને નડ્યું વરસાદી સંકટ, હવે રિઝર્વ ડેનો વિકલ્પ - ahmedabad ipl final varsad

TATA IPL 2023ની ફાઈનલ મેચ આજે અમદાવાદના સ્ટેડિયમમાં આજે 7:30 વાગે શરૂ થાય તે પહેલા જ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને લઈને સ્ટેડિયમને પણ કવર કરવામાં આવ્યું છે. 11:56 મેચ શરૂ થાય તો 5 ઓવરની મેચ રમાશે. જો આજની મેચ ના રમાય તો આવતીકાલ રિઝર્વ દિવસ છે. એટલે આવતીકાલે પણ રમાઈ શકે છે...

TATA IPL 2023:
TATA IPL 2023: TATA IPL 2023:
author img

By

Published : May 28, 2023, 7:46 PM IST

Updated : May 28, 2023, 11:38 PM IST

અમદાવાદમાં ભારે પવન વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ

અમદાવાદ: IPLની ફાઇનલ મેચ ગુજરાત અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવામાં જઈ રહી છે. ત્રણ વાગ્યાથી સંખ્યામાં દર્શકો ભારે ઉત્સાહપૂર્વ સ્ટેડિયમ પહોંચી ગયા હતા. પરંતુ સાંજે 6:00 વાગે અચાનક વરસાદનું સંકટ સ્ટેડિયમની માથે જોવા મળ્યું હતું.

  • Scenarios for the night:

    9️⃣:4️⃣0️⃣ - Full Game
    1️⃣1️⃣:5️⃣6️⃣ - Five Over Game
    No Game - Reserve Day Tomorrow#CSKvGT #IPL2023 🦁💛

    — Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આજે મેચ ના રમાઈ તો શું વિકલ્પ: અમદાવાદમાં ભારે પવન વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. 11:56 સુધીમાં 5 ઓવર સુધીની રમત શક્ય રહેશે. જો આજની મેચ ના રમાય તો આવતીકાલ રિઝર્વ દિવસ છે. એટલે આવતીકાલે પણ ફાઈનલ મેચ રમાઈ શકે છે.

સ્ટેડિયમને પણ કવર કરવામાં આવ્યું: ભારે વરસાદને લઈને સ્ટેડિયમને પણ કવર કરવામાં આવ્યું છે. TATA IPLની ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલા ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ક્લોઝિંગ સેરેમનીની શરૂ થાય તે પહેલા જ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઇને મોટી સંખ્યામાં પહોંચેલા દર્શકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

ક્રિકેટ રશિયાઓ મુશ્કેલીમાં મુકાયા
ક્રિકેટ રશિયાઓ મુશ્કેલીમાં મુકાયા

દર્શકો મુશ્કેલીમાં: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ગાંધીનગર અમદાવાદ, ખેડા, વડોદરા, આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો આ જ પ્રમાણે વરસાદ આગામી એક કલાક શરૂ રહ્યો તો ફાઇનલ મેચ પર પણ સંકટ જોવા મળી શકે છે. દર્શકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે વરસાદ બંધ થાય અને અંતે 10 ઓવર મેચ પણ રમાય જેના કારણે હજુ પણ દર્શકો સ્ટેડિયમમાં જ હાજર રહ્યા છે.

ધોનીના સમર્થકો મોટી સંખ્યામાં: ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની શરૂઆતથી જ ચેન્નઇ સુપરકિંગ સાથે જોડાયેલા છે. ત્યારે ગુજરાતના હોમ ગ્રાઉન્ડમાં ફાઈનલ મેચ જઈ રહી હતી. પરંતુ દર્શકો ધોનીનો સપોર્ટ કરવા પહોંચ્યા હતા. જાણે ગુજરાતમાં નહીં પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં રમી રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

ખેડૂતની પણ IPL હોવી જોઇએ: આજની ફાઈનલ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો પોતપોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા આવ્યા હતા. પરંતુ સ્ટેડિયમની બહાર એક અલગ પ્રકારનું દ્રશ્ય જોવા મળી આવ્યું હતું જેમાં એક પ્રશંસક બેનર લઈને પહોંચ્યો હતો અને જેમાં તેને લખેલું હતું કે આઈપીએલમાં ક્રિકેટર કરોડો રૂપિયામાં વેચાય છે. કદાચ ખેડૂતોની ખેતી માટે પણ IPL હોત તો સારું હતું.

  1. TATA IPL 2023 Final: ધોનીને સપોર્ટ કરવા દર્શકો મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા
  2. Tata IPL 2023 FINAL: ગુજરાત ટાઈટન્સ ઇતિહાસ સર્જશે કે પછી ધોનીની ટીમ લઈ જશે IPLની પાંચમી ટ્રોફી ? આજે થશે ફેંસલો

Last Updated : May 28, 2023, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.