ETV Bharat / sports

IPL 2023 : હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સનો 14 રનથી વિજય, અર્જુન તેંડુલકરે એક વિકેટ ઝડપી - मुंबई इंडियंस

TATA IPL 2023ની 16મી સીઝનની 25મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. જેમાં SRHએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન કર્યા હતા. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદ 19.5 ઓવરમાં 178 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આમ મુંબઈ ઈન્ડિયન્સનો 14 રનથી વિજય થયો હતો.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023
author img

By

Published : Apr 18, 2023, 12:57 PM IST

Updated : Apr 19, 2023, 12:02 AM IST

નવી દિલ્હીઃ TATA IPLની આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં SRH અને MI વચ્ચે સિઝનની 25મી મેચ રમાઇ હતી. જેમાં પ્રથમ બેટીંગ કરતા મુંબઇની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા અને હૈદરાબાદને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જો કે સનરાઈઝર્સ હૈદરાબાદ આ ટાર્ગેટને એચિવ કરી શકી ન હતી. હૈદરાબાદ 19.5 ઓવરમાં 178 રન જ બનાવી શક્યું હતું અને ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. અર્જુન તેંડુલકરે આજે બોલીંગ નાંખી હતી, 2.5 ઓવરમાં 18 રન આપી એક વિકેટ ઝડપી હતી. ત્યારે મેદાનમાં અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.

MI બેટીંગ : મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 28 રન, ઇશાન કિશાને 38 રન, કેમરોન ગ્રીન 64 રન(અણનમ), સુર્યાકુમાર યાદવ 7 રન, તિલક વર્માએ 37 રન અને ટીમ ડેવિડે 16 રન બનાવ્યા હતા.

SRH બેટીંગ : ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહેલ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 1 વિકેટ, માર્કો જોનસેનએ 4 ઓવરમાં 2 વિકેટ, વોશિંગટન સુંદરએ 4 ઓવરમાં 0 વિકેટ, ટી નટરાજનએ 4 ઓવરમાં 1 વિકેટ અને મયંક અગ્રવાલએ 4 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ હેરી બ્રૂક 7 બોલમાં 9 રન, મયંક અગ્રવાલ 41 બોલમાં 48 રન, રાહુલ ત્રિપાઠી 5 બોલમાં 7 રન, એઈડન માર્કરામ(કેપ્ટન) 17 બોલમાં 22 રન, અભિષેક શર્મા 2 બોલમાં 1 રન, હીનરિચ કલાસેન(વિકેટ કિપર) 16 બોલમાં 36 રન, અબ્દુલ સમદ 12 બોલમાં 9 રન, માર્કો જેનસન 6 બોલમાં 13 રન, વોશિંગ્ટન સુંદર 6 બોલમાં 10 રન, ભુવનેશ્વર કુમાર 5 બોલમાં 2 રન અને મયંક માર્કેન્ડે 2 બોલમાં 2 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 19 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 19.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 178 રનનો સ્કોર બન્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગઃ સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર 2.5 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ ઝડપી હતી. જેસન બેરેન્ડ્રોફ 4 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ લીધી હતી. રીલે મેરેડીથ 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ લીધી હતી. ઋતિક શોકીન 1 ઓવરમાં 12 રન આપ્યા હતા. પિયુષ ચાવલા 4 ઓવરમાં 43 રન આપી 2 વિકેટ ઝડપી હતી. કેમરોન ગ્રીન 4 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ લીધી હતી.

પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) આજની મેચના પરિણામ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 6 પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 6 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ અને પાંચમાં નંબરે પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ હતા.

સનરાઇઝર્સનો મિડલ ઓર્ડર મજબૂત:સૂર્યકુમાર યાદવના ફોર્મમાં પરત ફરવાના કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થોડી સારી સ્થિતિમાં અનુભવી રહી છે, પરંતુ ટોચના 3 બેટ્સમેન એકસાથે રન બનાવી શક્યા નથી. બીજી તરફ હેરી બ્રુકે ફટકારેલી સદી બાદ સતત બે જીતના કારણે હૈદરાબાદની ટીમના ખેલાડીઓનું મનોબળ ઉંચુ છે. હેરી બ્રુકનો ઓપનર તરીકે ઉપયોગ કરીને સનરાઇઝર્સે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઓપનર બ્રુક અને એડન માર્કરામને મિડલ ઓર્ડરમાં મદદ કરવા અભિષેક શર્માની વાપસીથી સનરાઇઝર્સનો મિડલ ઓર્ડર મજબૂત દેખાય છે.

આ પણ વાંચો: GT vs RR 2023: આર અશ્વિન ત્રીજા બોલે આઉટ થતા દુ:ખ સહન ન કરી શકી લાડકી, ભાવુક વીડિયો થયો વાયરલ

અર્જુન તેંડુલકરને ટીમમાં સ્થાન મળશે કે નહિ: તમને જણાવી દઈએ કે, બંને ટીમોએ પ્રથમ બે મેચ હાર્યા બાદ રમાયેલી તેમની બંને મેચ જીતી છે. આજે કોઈપણ એક ટીમની જીતનો સિલસિલો તૂટી જશે. આજે એ પણ જોવાનું રહેશે કે શું અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સ્થાન આપવામાં આવે છે કે પછી તેને આજે બહાર રાખવામાં આવે છે, કારણ કે છેલ્લી મેચમાં તે માત્ર 2 ઓવર જ ફેંકી શક્યો હતો અને એકપણ વિકેટ મેળવી શક્યો ન હતો.

આ પણ વાંચો:Kohli unfollowed Ganguly: વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો, જાણો કારણ

બંન્ને ટીમો ત્રીજી જીત માટે આતુર: આમાંથી એક ટીમની જીતનો સિલસિલો તૂટી જશે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં મુંબઈ ઈન્ડિયન્સની યજમાની કરશે ત્યારે બીજી ટીમ તેમની જીતનો સિલસિલો ત્રણ મેચ સુધી લઈ જશે. બંનેએ બે-બે જીત સાથે વાપસી કરતા પહેલા સતત બે હાર સાથે સિઝનની સમાન શરૂઆત કરી હતી.

બંન્ને ભાઈઓ અલગ અલગ ટીમમાં: માર્કો જાનસેન અને ડુઆન જેન્સન પ્રોફેશનલ ક્રિકેટમાં એકબીજા સામે રમશે. જોડિયા ભાઈ ડુઆન જેન્સેન મુંબઈની ટીમમાં છે, જ્યારે માર્કો હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. જો છેલ્લી 5 મેચની વાત કરીએ તો આ આંકડો મુંબઈની તરફેણમાં 3-2 છે, પરંતુ બંને ટીમો વચ્ચેની છેલ્લી મેચ હૈદરાબાદે 3 રનના માર્જીનથી જીતી હતી. જેમાં રાહુલ ત્રિપાઠીએ 44 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી.

Last Updated : Apr 19, 2023, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.