નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ રહી ચૂકેલા રિલે મેરેડિથને ઈજાગ્રસ્ત બોલર જોય રિચર્ડસનના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ કરવામાં આવ્યો છે. જમણા હાથના ફાસ્ટ બોલર રિલે મેરેડિથે 2022માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 8 મેચ રમી અને ટીમ માટે તેની પહેલી જ સિઝનમાં 8 વિકેટ લીધી. કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ ઈન્ડિયન્સ માટે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાનારી મેચ પહેલા ટીમ સાથે જોડાશે અને તે મેચમાં રમશે.
ટૂર્નામેન્ટમાંથી બહારઃ જોય રિચર્ડસન હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. IPLની હરાજીમાં તેને ₹1.5 કરોડમાં સાઈન કરવામાં આવ્યો હતો. તેના સ્થાને ટીમમાં સામેલ થયેલા જમણા હાથના ફાસ્ટ બોલર રિલે મેરેડિથને આ ત્રણ કારણોસર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
-
We are 𝐑𝐈𝐋𝐄𝐘 excited to announce the return of Australian quickster, 𝐌𝐄𝐑𝐄𝐃𝐈𝐓𝐇 🔙 to #MumbaiIndians 💙
— Mumbai Indians (@mipaltan) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He will join as a replacement for Jhye Richardson for the remainder of the season. Read more👉https://t.co/taZdqgbF4i#OneFamily #MumbaiMeriJaan #TATAIPL #IPL2023 pic.twitter.com/3NICdKUPB6
">We are 𝐑𝐈𝐋𝐄𝐘 excited to announce the return of Australian quickster, 𝐌𝐄𝐑𝐄𝐃𝐈𝐓𝐇 🔙 to #MumbaiIndians 💙
— Mumbai Indians (@mipaltan) April 6, 2023
He will join as a replacement for Jhye Richardson for the remainder of the season. Read more👉https://t.co/taZdqgbF4i#OneFamily #MumbaiMeriJaan #TATAIPL #IPL2023 pic.twitter.com/3NICdKUPB6We are 𝐑𝐈𝐋𝐄𝐘 excited to announce the return of Australian quickster, 𝐌𝐄𝐑𝐄𝐃𝐈𝐓𝐇 🔙 to #MumbaiIndians 💙
— Mumbai Indians (@mipaltan) April 6, 2023
He will join as a replacement for Jhye Richardson for the remainder of the season. Read more👉https://t.co/taZdqgbF4i#OneFamily #MumbaiMeriJaan #TATAIPL #IPL2023 pic.twitter.com/3NICdKUPB6
આ પણ વાંચોઃ IPL 2023: RCB માટે ખિતાબ જીતવો મુશ્કેલ, 1.9 કરોડની કિંમતનો મુખ્ય ખેલાડી IPL 2023માંથી બહાર
BBL માં શાનદાર પ્રદર્શનઃ જમણા હાથના ફાસ્ટ બોલર રિલે મેરેડિથ બિગ બેશ લીગમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યો હતો. તેણે હોબાર્ટ હેરીકેન્સ સાથે 2022-23ની સિઝન શાનદાર રહી છે. તેણે 14 મેચમાં 21.2ની એવરેજ, 8.11ના ઈકોનોમી રેટ અને 15.7ના સ્ટ્રાઈક રેટથી 21 વિકેટ લીધી છે. તેના ટીમમાં સામેલ થવાથી મુંબઈની ફાસ્ટ બોલિંગ વધુ મજબૂત થશે. જે જસપ્રીત બુમરાહની ગેરહાજરીના કારણે ટીમની બોલીંગ સામાન્ય દેખાઈ રહી છે.
આ પણ વાંચોઃ IPL 2023: આજે લખનઉમાં હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે ટક્કર, જાણો આ સ્ટ્રેટજી
પાવર-પ્લે અને ડેથ ઓવરમાં બોલિંગઃ ફાસ્ટ બોલર મેરેડિથનો ટીમમાં જોડાવાનો બીજો ફાયદો એ છે કે, ટી20 મેચ દરમિયાન દરેક પરિસ્થિતિમાં અને તમામ તબક્કામાં સારી બોલિંગ કરવાની તેની ક્ષમતા છે. તેનાથી ટીમના અન્ય ઝડપી બોલરોને મદદ મળશે. તે જોફ્રા આર્ચરને પણ સારી રીતે સપોર્ટ કરી શકે છે.
આઈપીએલનો અનુભવઃ મેરેડિથનો આઈપીએલમાં આ પ્રથમ વખત નહીં હોય. તે પંજાબ કિંગ્સ (2021) અને મુંબઈ ઈન્ડિયન્સ (2022) સાથે રમ્યો છે. સમગ્ર આઈપીએલમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે અને 22.50ની એવરેજ અને 9ના ઈકોનોમી રેટથી 12 વિકેટ પણ લીધી છે. ટી20 ક્રિકેટમાં રિલે મેરેડિથનો રેકોર્ડ શાનદાર છે. તેણે 77 T20 મેચમાં 23.41ની એવરેજથી 100 વિકેટ લીધી છે. તેણે માર્ચ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી પાંચ T20 મેચ રમી અને એક ODI રમી છે.