ETV Bharat / sports

Rashmika Mandanna in IPL : રશ્મિકા મંદાના ઓપનિંગ સેરેમની માટે ઉત્સાહિત, જણાવ્યું કે તેનો ફેવરિટ ક્રિકેટર કોણ છે - IPL OPENING CEREMONY

ટોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદાના ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રશ્મિકા ઓપનિંગ સેરેમનીને લઈને એટલી ઉત્સાહિત છે કે, તેણે એક પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે પોતાના ફેવરિટ ક્રિકેટર વિશે પણ ખુલાસો કર્યો છે.

Etv BharatRashmika Mandanna in IPL
Etv BharatRashmika Mandanna in IPL
author img

By

Published : Mar 31, 2023, 5:18 PM IST

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને દર્શકો અને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. બીજી તરફ લીગના ભવ્ય ઉદઘાટન માટે સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ખાસ અવસર પર ટિન્સેલ ટાઉનની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનું પરફોર્મન્સ આપશે. આ સમારોહમાં રશ્મિકા ઉપરાંત અભિનેત્રી તમન્ના ભાટિયા અને પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ પણ ભાગ લેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનીંગ સેરેમનીઃ રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, જેના કેપ્શનમાં લખ્યું છે, 'એક ચમકદાર અને અવિસ્મરણીય સાંજ માટે તૈયાર રહો. રશ્મિકા મંદાના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે TATAIPL ઉદ્ઘાટન સમારોહ દરમિયાન લાઈવ પરફોર્મ કરશે.

આ પણ વાંચોઃ GT vs CSK: આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે મુકાબલો, ધોનીને આ બોલરોની લાગશે કમી

રશ્મિકાનો ફેવરિટ ક્રિકેટરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રિહર્સલનો વીડિયો પોસ્ટ કર્યો છે. તે વીડિયોમાં રશ્મિકાએ કહ્યું હતું કે, 'હું હંમેશા મેચ જોવા માંગતી હતી. પરંતુ મને ક્યારેય તક મળી નથી અને આજે હું ઓપનિંગ સેરેમની માટે પરફોર્મ કરી રહી છું. આ દરમિયાન જ્યારે રશ્મિકાને તેના ફેવરિટ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'ધોની સર અને વિરાટ કોહલી. રશ્મિકાની આગામી ફિલ્મ હવે સંદીપ રેડ્ડી ભંગાની 'એનિમલ' જેમા તે રણબીર કપૂર સાથે જોવા મળશે.

આ પણ વાંચોઃ IPL 2023 : પ્રથમ મેચમાં જોવા મળી શકે છે છક્કા ચોગાની રમઝટ, બોલરો માટે સંઘર્ષ

28 મેના રોજ અમદાવાદમાં ફાઈનલઃ IPL 2023 ની શરૂઆત 31 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગયા વર્ષની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચેના કપરા મુકાબલથી થશે. પ્રથમ મેચ 31 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ટૂર્નામેન્ટની ફાઈનલ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.