મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023માં રમાનારી 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે ટકરાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. અને હવે મુંબઈ ઈન્ડિયન્સને આ મેચ જીતવા માટે 20 ઓવરમાં 200 રન કરવા પડશે. તેના જવાબમાં સૂર્યાકુમાર યાદવની આક્રમક બેટિંગથી 16.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 200 રન બનાવી લીધા હતા.અને 6 વિકેટથી શાનદાર જીત થઈ હતી. તેમજ સારા સમાચાર એ હતા કે આજની જીત પછી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ ફોરમાં આવી ગયું હતું.
RCBની પહેલી બેટિંગઃ વિરાટ કોહલી 4 બોલમાં 1 રન બનાવીને આઉટ થયા હતા. ડુ પ્લેસિસ 41 બોલમાં 5 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 65 રન કર્યા હતા. અનુજ રાવત 4 બોલમાં 6 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ 33 બોલમાં 8 ચોક્કા ને 4 સિક્સ ફટકારીને 68 રન બનાવ્યા હતા. મહિપાલ લોમરોર 3 બોલમાં 1 રન અને દિનેશ કાર્તિક 18 બોલમાં 4 ચોક્કા ને 1 સિક્સ મારીને 30 રન બનાવ્યા હતા. કેદાર જાદવ 10 બોલમાં 12 રન(નોટ આઉટ) અને અને વનિન્દુ હસરંગા 8 બોલમાં 12 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 4 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને કુલ 199 રનનો સ્કોર થયો હતો.
MIની બોલીંગઃ જેસન બેરેન્ડ્રોફ 4 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ ઝડપી હતી. પિયુષ ચાવલા 4 ઓવરમાં 41 રન આપ્યા હતા. કેમરોન ગ્રીન 2 ઓવરમાં 15 રન આપી 1 વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડન 4ઓવરમાં 48 રન આપી 1 વિકેટ લીધી હતી. કુમાર કાર્તિકેય 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ લીધી હતી અને આકાશ માધવાલ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ ઈશાન કિશાન(વિકેટ કિપર) 21 બોલમાં 4 ચોક્કા ને 4 સિક્સ ફટકારીને 42 રન બનાવ્યા હતા.રોહિત શર્મા(કેપ્ટન) 8 બોલમાં 7 રન બનાવ્યા હતા. સૂર્યાકુમાર યાદવ 35 બોલમાં 7ચોક્કા ને 6 સિક્સ ફટકારીને 83 રન બનાવ્યા હતા. નેહલ વઢેરા 34 બોલમાં 4 ચોક્કા ને 3 સિક્સ મારીને 52 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમ ડેવિડ 1 બોલમાં શૂન્ય રન હતા. કેમરોન ગ્રીન 2 બોલમાં 2 રન(નોટ આઉટ) કર્યા હતા. ટીમને 14 રન એકસ્ટ્રા મળ્યા હતા.આમ 16.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 200 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બોલીંગઃ મોહંમદ સીરાજ 3 ઓવરમાં 31 રન આપ્યા હતા. જોશ હેઝલવુડ 3 ઓવરમાં 32 રન, વનિન્દુ હસરંગા 4 ઓવરમાં 53 રન આપીને 2 વિકેટ લીધી હતી. વિજયકુમાર વ્યશાક 3 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલ 3.3 ઓવરમાં 41 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023 Points Table ) આજની મેચના પરિણામ પછી મુંબઈ ઈન્ડિયન્સની જીતને કારણે 12 પોઈન્ટ અને નેટ રનરેટને કારણે ત્રીજાનંબરે આવી ગયું હતું. આમ મુંબઈ ઈન્ડિયન્સ પ્લે ઓફમાં આવી ગયું હતું.
બેંગ્લુરુ સાતમાં નંબરેઃ ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 પોઈન્ટ, ત્રીજા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ 12 પોઈન્ટ, ચોથા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ અને પાંચમાં નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ હતા. કોલકત્તા નાઈટ રાઈડર્સ 10 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ હતા.
પોઈન્ટ્સ ટેબલમાં બેંગ્લુરુઃ આજની મેચ રમાઈ તે પહેલા બંને ટીમોના પોઈન્ટ્સ ટેબલમાં સમાન પોઈન્ટ છે. પરંતુ રન એવરેજ પ્રમાણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ એટલા જ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.
-
RCB vs MI in the last 6 matches in IPL:
— Johns. (@CricCrazyJohns) May 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- RCB won
- RCB won
- RCB won
- RCB won
- MI won
- RCB won pic.twitter.com/jxuCD5gWVW
">RCB vs MI in the last 6 matches in IPL:
— Johns. (@CricCrazyJohns) May 9, 2023
- RCB won
- RCB won
- RCB won
- RCB won
- MI won
- RCB won pic.twitter.com/jxuCD5gWVWRCB vs MI in the last 6 matches in IPL:
— Johns. (@CricCrazyJohns) May 9, 2023
- RCB won
- RCB won
- RCB won
- RCB won
- MI won
- RCB won pic.twitter.com/jxuCD5gWVW
મુંબઈ ઈન્ડિયન્સને હોમ ગ્રાઉન્ડનો ફાયદો: પ્લે-ઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે રમાયેલી મોટાભાગની મેચો જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી 6 મેચોના આંકડા જોઈએ તો ખબર પડે છે કે આ મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને માત્ર એક જ જીત મળી છે.
છેલ્લી 6 મેચોમાં RCB આગળ: બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની છેલ્લી 6 મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો જાણવા મળે છે કે મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પાંચ વખત હાર્યું છે અને મુંબઈને માત્ર એક જ જીત મળી છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે હોમ ગ્રાઉન્ડનો કેટલો ફાયદો ઉઠાવે છે, તે જોવાનું રહેશે.
-
MI vs RCB in Wankhede Stadium in the last 6 matches in IPL:
— Johns. (@CricCrazyJohns) May 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- MI won
- MI won
- RCB won
- MI won
- MI won
- MI won
RCB last won in Wankhede stadium against MI in 2015. pic.twitter.com/gcnS7ykE8U
">MI vs RCB in Wankhede Stadium in the last 6 matches in IPL:
— Johns. (@CricCrazyJohns) May 9, 2023
- MI won
- MI won
- RCB won
- MI won
- MI won
- MI won
RCB last won in Wankhede stadium against MI in 2015. pic.twitter.com/gcnS7ykE8UMI vs RCB in Wankhede Stadium in the last 6 matches in IPL:
— Johns. (@CricCrazyJohns) May 9, 2023
- MI won
- MI won
- RCB won
- MI won
- MI won
- MI won
RCB last won in Wankhede stadium against MI in 2015. pic.twitter.com/gcnS7ykE8U
MI અને RCB વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે: જો આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચોના રેકોર્ડ ટુ હેડ પર નજર કરીએ તો જાણવા મળે છે કે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે, જેમાં આરસીબીએ 14માં જીત મેળવી છે. વખત નોંધાયેલ છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 17 મેચોમાં આરસીબીને હરાવ્યું છે. આ રીતે એકંદર રેકોર્ડમાં મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર ભારે છે.
આ પણ વાંચો: