ETV Bharat / sports

IPL 2021 Schedule : ચેન્નઈ-મુંબઈ વચ્ચેના મુકાબલા સાથે UAEમાં શરૂ થશે બીજા ચરણની મેચો - IPL 2021 Schedule

IPL 2021ને કોરોનાને કારણે અધવચ્ચેથી મે મહિનામાં રોકવી પડી હતી. આ દરમિયાન ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સદસ્યો કોરોના સંક્રમિત થવા પામ્યા હતા.

IPL 2021 Schedule
IPL 2021 Schedule
author img

By

Published : Jul 25, 2021, 8:00 PM IST

  • IPL 2021ના બીજા ચરણનું શેડ્યૂલ થયું જાહેર
  • ચેન્નઈ-મુંબઈ વચ્ચેના મુકાબલા સાથે થશે શરૂ
  • 15 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે ફાઈનલ મેચ

હૈદરાબાદ : IPL 2021ના બીજા ચરણની મેચો 19 સપ્ટેમ્બરથી યોજાવા જઈ રહ્યા છે. બીજા ચરણની મેચોની શરૂઆત દુબઈમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચ સાથે થશે.

કોરોના સંક્રમણ થતા રોકાઈ હતી મેચો

IPL 2021ની શરૂઆત 9 એપ્રિલના રોજ ચેન્નઈ ખાતે થઈ હતી. ટૂર્નામેન્ટનું સમાપન 30 મે ના રોજ અમદાવાદ ખાતે થનાર હતું. આ દરમિયાન ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સદસ્યો કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમણના કેસો નોંધાતા 4 મે ના રોજ ટૂર્નામેન્ટને રોકી દેવામાં આવી હતી. ત્યાં સુધી માત્ર 29 મેચો રમવામાં આવી હતી.

દુબઈમાં યોજાશે ફાઈનલ

IPL 2021ના બીજા ચરણમાં 31 મેચો UAEમાં આયોજિત કરવામાં આવશે. જેના અંતર્ગત દુબઈ, શારજાહ અને અબૂધાબીમાં મેચો યોજાશે. IPL 2021ની ફાઈનલ 15 ઓક્ટોબરના રોજ દુબઈમાં યોજાશે. જ્યારે પ્રથમ ક્વોલિફાયર દુબઈમાં અને એલિમિનેટર અને બીજી ક્વોલિફાયર મેચ 11 અને 13 ઓક્ટોબરના રોજ યોજાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.