ETV Bharat / sports

IPL 2023: MI કેપ્ટન રોહિત શર્માનો IPLમાં GT લેગ સ્પિનર ​​રાશિદ ખાન સામે ખરાબ રેકોર્ડ

author img

By

Published : May 27, 2023, 6:58 AM IST

Updated : May 27, 2023, 8:26 AM IST

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો IPLમાં ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન સામે ખૂબ જ ખરાબ રેકોર્ડ છે. આંકડાઓ જણાવે છે કે બેટ સાથે રાશિદનો સામનો કરતી વખતે રોહિત સંઘર્ષ કરે છે...

MI કેપ્ટન રોહિત શર્માનો IPLમાં GT લેગ સ્પિનર ​​રાશિદ ખાન સામે ખરાબ રેકોર્ડ

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ક્વોલિફાયર 2 મુંબઈ ઈન્ડિયન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ MI vs GT સામે ટકરાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 233 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો. જેમાં સુબમિન ગિલે આઈપીએલની સીઝનની ત્રીજી સેન્ચુરી કરીને 129 રન બનાવ્યા હતા. ટાઈટન્સના ટાર્ગેટને એચિવ કરે તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ 18.2 ઓવરમાં જ 171 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. આમ ગુજરાત ટાઈટન્સની 62 રને ભવ્ય જીત થઈ હતી. તેની સાથે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

રોહિત શર્માનો રાશિદ ખાન સામે સંઘર્ષ: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો આઈપીએલમાં રાશિદ ખાન વિરુદ્ધ ખૂબ જ ખરાબ રેકોર્ડ છે. આ પહેલાની મેચમાં બેટિંગના સમયે રોહિત શર્મા ગુજરાત ટાઇટન્સના સ્પિનર ​​રાશિદનો સામનો કરી શકતો નથી અને તેની વિકેટ ગુમાવી બેઠો હતો. રોહિત શર્માએ આઈપીએલમાં અત્યાર સુધી રાશિદ ખાનના 26 બોલનો સામનો કર્યો છે, જેમાં રોહિત 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી માત્ર 29 રન જ બનાવી શક્યો છે, જ્યારે તેણે 4 વખત પોતાની વિકેટ ગુમાવી છે.

32 બોલમાં 3 ચોગ્ગા અને 10 છગ્ગા: MI સામેની આ પહેલાની પણ રાશિદે બેટ વડે અજાયબી કરી બતાવી હતી. જો કે આ મેચમાં ગુજરાત ટાઇટન્સને 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ રાશિદ ખાને 32 બોલમાં 3 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 79 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાશિદે પોતાની ઇનિંગથી એકતરફી મેચને રોમાંચક બનાવી દીધી હતી અને પોતાની ટીમને જીતની ઉંબરે ખૂબ નજીક પહોંચાડી દીધી હતી. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 IPL મેચ રમાઈ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 2 અને ગુજરાત ટાઈટન્સે 1માં જીત મેળવી છે.

Virendra Sehwag: આ યુપી સ્ટાર કોહલી પાસેથી શીખી રહ્યો છે 50ને 100માં કન્વર્ટ કરવાની કળા

IPL 2023 : હૈદરાબાદ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 8 વિકેટથી જીતી ટોપ ફોરમાં આવ્યું

Last Updated : May 27, 2023, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.