- IPLની 41 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે અને દિલ્હી કેપિટલ્સ રમાઈ
- દિલ્હીએ પ્રથમ બેટિંગ લઈને KKR સામે 128 રનનો લક્ષ્યાંક આપ્યો
- દિલ્હીની બીજા નંબરે, જ્યારે KKR 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને
શારજાહ, યુએઈ : IPLની 41 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવી દીધું છે. દિલ્હીએ પ્રથમ બેટિંગ લઈને KKR સામે 128 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
KKR 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને
ઉલ્લેખનીય છે કે, KKR ની ટીમે નીતિશ રાણા અને સુનીલ નારાયણની વિસ્ફોટક બેટિંગથી 18.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. નરેને 10 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 21 રન બનાવ્યા હતા. જ્યારે નીતીશ રાણા 36 રન બનાવી અણનમ રહ્યા હતા. IPLના પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ હજુ બીજા નંબરે છે, જ્યારે KKR 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
મુંબઈ ઇન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ
સતત ત્રણ હાર બાદ, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના ટોચના ક્રમના બેટ્સમેનોએ મંગળવારે પંજાબ કિંગ્સ સામેની આઈપીએલ મેચમાં પોતાની ભૂલો સુધારવી પડશે અને જીતના પટ્રી પર પાછા ફરવું પડશે નહીંતર ઘણું મોડું થઈ જશે. યુએઈમાં આઈપીએલ ફરી શરૂ થયા બાદ ત્રણેય મેચ હાર્યા. મુંબઈ સાતમા સ્થાને પહોંચી ગયું છે. મુંબઈના 10 મેચમાંથી આઠ પોઇન્ટ છે.
યુવા બેટ્સમેન ફોર્મમાં નથી
મુંબઈની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લક્ષ્યનો પીછો કરી શકી ન હતી. જ્યારે મુંબઈ પ્રથમ બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી ગઈ હતી. પાંચ વખતની ચેમ્પિયન ટીમના બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન જેવા યુવા બેટ્સમેન ફોર્મમાં નથી. કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી બે મેચમાં 33 અને 43 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: